દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ભાજપને પડકાર, કહ્યુ- જો આવું થયું તો હું રાજનીતિ છોડી દઇશ'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પાલિકાની ચૂંટણીઓ (MCD Election 2022) "સ્થગિત" કરવાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પાલિકાની ચૂંટણીઓ (MCD Election 2022) "સ્થગિત" કરવાને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે જો ભાજપ આ ચૂંટણીઓ સમયસર યોજીને જીતશે, તો આમ આદમી પાર્ટી (AAP) રાજકારણ છોડી દેશે.
"मैं BJP को चुनौती देता हूँ!
MCD के चुनाव समय पर कराओ और जीतकर दिखाओ। अगर हम हार गये तो राजनीति छोड़ देंगे।"
- CM @ArvindKejriwal pic.twitter.com/okEMkGUjNh— AAP (@AamAadmiParty) March 23, 2022
કેન્દ્રીય કેબિનેટે દિલ્હી, ઉત્તર, પૂર્વ અને દક્ષિણની ત્રણ નગર નિગમોને એકીકૃત કરવાના બિલને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી. કેજરીવાલે દિલ્હી વિધાનસભાની બહાર પત્રકારોને કહ્યું કે, "જો ભાજપ MCD ચૂંટણી સમયસર યોજે અને તેમાં જીતી જાય છે, તો અમે (આમ આદમી પાર્ટી) રાજકારણ છોડી દઈશું.
તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે ભાજપ પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી કહે છે. અદભૂત. દુનિયાની સૌથી મોટી પાર્ટી ગભરાઇને નાની આમ આદમી પાર્ટીથી ડરીને ભાગી? જો તમારામાં હિંમત હોય તો MCDની ચૂંટણી સમયસર કરાવી જુઓ.
પાલિકાની ચૂંટણી મોકૂફ કરવી શહીદોનું અપમાન
તેમણે કહ્યું કે ચૂંટણી સ્થગિત કરવી એ શહીદોનું અપમાન છે. કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે 'ભાજપ દ્વારા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવી એ શહીદોનું અપમાન છે, જેમણે અંગ્રેજોને દેશમાંથી ભગાડીને દેશમાં લોકશાહી સ્થાપિત કરવા માટે બલિદાન આપ્યું હતું. આજે તેઓ હારના ડરથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને સ્થગિત કરી રહ્યા છે, આવતીકાલે તેઓ રાજ્યો અને દેશની ચૂંટણીઓ મુલતવી રાખશે.