શોધખોળ કરો
Advertisement
મુંબઈમાં ભારે વરસાદના કારણે રન-વે પર પ્લેન ટકરાયું? જાણો વિગત
અરબ સાગરમાં ઊભા થયેલા દબાણ બાદ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી કેટલાંક વિસ્તારમાં ચાલુ હતો. વરસાદના કારણે થાઈ એરવેઝનું એક પ્લેન રન-વે પર સાઈટ લાઈટથી ટકરાઈ ગયું હતું.
મુંબઈ: અરબ સાગરમાં ઊભા થયેલા દબાણ બાદ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી કેટલાંક વિસ્તારમાં ચાલુ હતો. વરસાદના કારણે થાઈ એરવેઝનું એક પ્લેન રન-વે પર સાઈટ લાઈટથી ટકરાઈ ગયું હતું. જોકે આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ અંગે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (મુંબઈ એરપોર્ટ) પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારે વરસાદના કારણે વિજિબિલિટી ઓછી થઈ ગઈ છે. એવામાં ઉડાણોને રોકી દેવામાં આવી છે. યૂનાઈટેડ એરલાઇન્સ નેટવર્ક તરફથી મુંબઈ લેન્ડ થનારી ફ્લાઇટ્સને હૈદરાબાદ, અમદાવાદ અને દિલ્હી તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થયા બાદ ઉડાણો ફરી શરૂ કરવામાં આવશે.
હવામાન વિભાગ મુજબ, વાવાઝોડાના કારણે મંગળવારે પણ મુંબઈમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જેને કારણે પોલીસે એડવાઈઝરી પણ જાહેર કરી છે. એડવાઇઝરી અનુસાર વહીવટીતંત્ર અને સાગરકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સર્તક રહેવાની સલાહ આપવામાં આવી છે. તેની સાથે જ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement