Akshardham Metro Stationની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું હોસ્પિટલમાં મોત
દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું મોત થયું છે. ઘટના દરમિયાન જવાનોએ ચાદર લઇને યુવતીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો
નવી દિલ્હીઃ દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પરથી છલાંગ લગાવનારી યુવતીનું મોત થયું છે. ઘટના દરમિયાન જવાનોએ ચાદર લઇને યુવતીનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી એવામાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ ઘટનાની વાત કરીએ તો સવારે સાત વાગ્યાને 28 મિનિટ પર એક યુવતીએ અક્ષરધામ મેટ્રો સ્ટેશનની છત પર ચઢી ગઇ હતી. તેને મેટ્રો સ્ટેશનની છત પર જોઇને તમામ CISF જવાન ચોંકી ઉઠ્યા હતા અને કૂદતી રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. યુવતીએ છલાંગ લગાવી ત્યારે નીચે સીઆઇએસએફના કેટલાક જવાન ચાદર લઇને ઉભા હતા. તેમનો પ્રયાસ હતો કે જો યુવતીએ છલાંગ લગાવી તો તેને પકડી શકાય. પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. તેને તરત જ લાલ બહાદુર હોસ્પટલ લઇ જવાઇ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
કહેવામાં આવી ગયું છે કે યુવતી દિવ્યાંગ હતી જે બોલી અને સાંભળી શકતી નહોતી. હવે તેણે ક્યા કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે જાણી શકાયું નહોતું. ઘટના બાદ તમામ લોકો CISF જવાનોની હિંમતના વખાણ કરી રહ્યા છે. તેઓએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સારવાર દરમિયાન યુવતીનું મોત થયુ હતું. હજુ સુધી હોસ્પિટલે આ મામલે કોઇ નિવેદન જાહેર કર્યું છે. પ્રારંભિક સારવાર દરમિયાન યુવતીને પગમાં ઇજા પહોંચી હોવાની વાત કરાઇ હતી. શરીરના અન્ય હિસ્સાઓમાં પણ ઇજા પહોંચી હતી. પરંતુ ત્યારે સ્થિતિ સ્થિર હોવાની વાત કરાઇ હતી પરંતુ હવે મોડી રાત્રે સારવાર દરમિયાન યુવતીનું મોત થયાની જાણકારી મળી રહી છે.