શોધખોળ કરો
Advertisement
બેભાન કરી પહેલાં દાદી અને પછી પુત્રવધૂ સાથે આચર્યું દુષ્કર્મ, ફરિયાદ કરી તો......
આ મામલે સેક્ટર-20 પોલિસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નોઈડાઃ દિલ્હીને અડીને આવેલ નોઇડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોઇડાના સેક્ટર-27માં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પુરુષ નર્સે ઈલાજ માટે આવેલ એક વૃદ્ધ મહિલા અને તેની પુત્રવધૂને નશીલો પદાર્શ ખવડાવીને બેભાન કરી અને મહિલા સાથે હોસ્પિટલમાં જ દુષ્કર્મ આચર્યું. ફરિયાદ કરવા પર આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
આ મામલે સેક્ટર-20 પોલિસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેલ મોકલી દેવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આરોપીનું નામ રજત મલિક છે, જે નોઇડાના સેક્ટર -27 સ્થિત પ્રાઈવેટ હોસ્પિટલમાં પુરુષ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે. પોલીસે આપેલી માહિતી મુજબ મૂળ અલીગઢની અને ફરીદાબાદમાં પરણેલી આ યુવતી પોતાની દાદીને લઇને સારવાર માટે હૉસ્પિટલમાં આવી હતી.
રજતે પહેલાં દાદી સાથે મોં કાળું કર્યું અને ત્યારબાદ પુત્રવધૂને પણ નશીલી દવા પીવડાવીને એના પર પણ રેપ કર્યો. આ બંને ઘટનાની વિડિયો પણ ઊતારી અને જો તમે કોઇને આ વાત કરી દેશો તો વિડિયો ક્લીપ વાઇરલ કરી દઇશ એવી ધમકી પણ આપી. જો કે પેલી યુવતી આ ધમકીથી ડરી નહીં. એણે પોતાના પતિને આ વાત કરી અને પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement