Video: લગ્નની કંકોત્રીમાં છુપાવીને થતી હતી ડ્રગ્સની તસ્કરી, ચેકિંગમાં દરમિયાન થયો ખુલાસો, જુઓ વીડિયો
એક મહિલાએ દાણચોરી કરવા માટે લગ્નની કંકોત્રીનો સહારો લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા લગ્નના કંકોત્રીમાં કઈ રીતે ડ્રગ્સ છુપાવે છે.
Wedding card Viral Video: ગયા વર્ષે 17 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા' આપણે બધાએ જોઈ જ હશે. જેમાં સાઉથ ઈન્ડિયન ફિલ્મનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન આશ્ચર્યજનક રીતે ચંદનની દાણચોરી કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને પકડવો ખૂબ મુશ્કેલ બની જાય છે. હાલમાં માત્ર ફિલ્મી દુનિયામાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ દાણચોરી આશ્ચર્યજનક રીતે જોવા મળી રહી છે.
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં, એક દાણચોરી કરતી મહિલા તેના ક્રિએટીવ માઈન્ડનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન એક મહિલાએ દાણચોરી કરવા માટે લગ્નની કંકોત્રીનો સહારો લીધો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા લગ્નના કંકોત્રીમાં કઈ રીતે ડ્રગ્સ છુપાવે છે.
આ વીડિયો IPS ઓફિસર રૂપિન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં અમે કસ્ટમ અધિકારીઓ યુવતી પાસેથી મળેલા કંકોત્રીની તપાસ કરતા જોવા મળે છે. દરમિયાન, જ્યારે કંકોત્રીને ધીમે-ધીમે ખોલવામાં આવે છે, ત્યારે અંદર છુપાયેલું ડ્રગ્સ સામે આવે છે.
A girl with #WeddingCards caught on the #Airport.
— Rupin Sharma (@rupin1992) September 11, 2022
The #Cards contained #DRUGS
Be careful ... do not take anything from anyone on the airport,
Regardless of its shape, size, item. Neither old nor young, male/female/child, anyone whosoever ! pic.twitter.com/IM64El9K1u
વીડિયો શેર કરવાની સાથે, કેપ્શન આપતા, રુપિન શર્માએ લોકોને ચેતવણી આપતા લખ્યું કે 'લગ્નનું કાર્ડ લઈને જનારી છોકરીની ધરપકડ કરવામાં આવી છે. લગ્નના કાર્ડમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. હંમેશા સાવચેત રહો અને એરપોર્ટ પર કોઈપણ અજાણ્યા વ્યક્તિ પાસેથી સામાન ન લો.
IPS ઓફિસરનો શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં બધા એકબીજાને સાવધાન રહેવાનું કહેતા અને કોઈનો સામાન લેવાનો ઈન્કાર કરતા જોવા મળે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ