શોધખોળ કરો
Advertisement
હું નાણામંત્રી હોત તો રાજીનામું આપી દીધું હોત: ચિદંબરમ
નવી દિલ્લી: યૂપીએ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે નોટબંધીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ચિદંબરમે કહ્યું કે જો તે હાલના સમયમાં નાણામંત્રી હોત તો પ્રધાનમંત્રી મને નોટબંધી લાગૂ કરવા માટે કહેત તો હું રાજીનામું આપી દેત.
દિલ્લીમાં લિટરેચલ ફેસ્ટ વખતે ચિદંબરમે કહ્યું, “જો પ્રધાનમંત્રી મને કહેત કે મને 1000 અને 500 રૂપિયાની નોટને રદ્દ કરવાનો નિર્ણય કરવાનો છે, તો હું તેમનો નિર્ણય ન માનવા માટે કહેત. હું તેમને તથ્ય અને આંકડા સમજાવત. પરંતુ, જો તે મને દબાણ કરી તેમનો નિર્ણય માનવા માટે મજબૂર કરત, તો હું તમને જણાવું છું કે તે વખતે હું રાજીનામું આપી દેત.”
જો કે લિટ ફેસ્ટમાં ચિદંબરમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો હાલના સમયે તે નાણામંત્રી અરૂણ જેટલીની જગ્યાએ હોત તો તમે શું કરત. તે સવાલના જવાબમાં ચિદંબરમે આ વાત કહી હતી. રાજ્યસભામાં સાંસદ ચિદંબરમે એ વખતે દાવો કર્યો હતો કે નોટબંધીથી ભ્રષ્ટાચાર, નકલી નોટ અને બ્લેકમની જેવા મુદ્દાઓ ખતમ થવાના નથી.
તેમને કહ્યું કે, આ નિર્ણયથી થોડા દિવસો માટે ફાયદો થશે અને શહેરી વિસ્તારોમાં લોકો ડિજિટલ લેણ-દેણ તરફ આગળ વધશે. તેમને કહ્યું, “કોંગ્રેસ અને તેમના મંત્રી ભ્રષ્ટાચાર પર રોક લગાવવા માટે પર્યાપ્ત રૂપથી સતર્ક નહોતા. જેના લીધે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું હતું, તેમને સજા આપો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement