Wrestler Protest: આંદોલન કરી રહેલા કુસ્તીબાજોના પક્ષમાં આવ્યા બીજેપી સાંસદ, બોલ્યા- વૃજભૂષણ સિંહ દોષી........
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગૉઇંગ પ્રેસિડેન્ટ વૃજભૂષણ શરણ સિંહ સામે હાલમાં રેસલરો દ્વારા પુરજોશમાં ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે.
Wrestlers Protest News: દિલ્હીમાં છેલ્લા કેટલાક મહિલાઓથી ભારતીય કુસ્તીબાજો બીજેપી નેતા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh) સામે વિરોધ કરી રહ્યાં છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગૉઇંગ પ્રેસિડેન્ટ વૃજભૂષણ શરણ સિંહ સામે હાલમાં રેસલરો દ્વારા પુરજોશમાં ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યા છે. હવે આ વિરોધની વચ્ચે કુસ્તીબાજોને બીજેપી સાંસદનું સમર્થન મળ્યું છે. ફતેહપુર સિકરીના સાંસદ અને ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહરે કુસ્તીબાજોને સમર્થન આપતા નિવેદન આપ્યું છે કે, કુસ્તીબાજોને ન્યાય મળવો જોઈએ. કેટલાક લોકો ખભા પર બંદૂક રાખીને રાજનીતિ કરી રહ્યા છે, મહિલા કુસ્તીબાજો ગૌરવ છે, પોલીસ તેમની કાર્યવાહી કરી રહી છે. જો કોઈ જવાબદાર વ્યક્તિ પર આરોપ છે તો તેની તપાસ થવી જોઈએ.
દોષી હોય તો કાર્યવાહી કરવામાં આવે -
આ સાથે બીજેપી સાંસદે કહ્યું કે, જો ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહ દોષિત છે તો કાર્યવાહી થવી જોઈએ. બીજીબાજુ બીજેપી નેતાએ રાહુલ ગાંધીના વિદેશમાં આપેલા નિવેદન પર કહ્યું કે, રાહુલ ગાંધી બહુ સામાન્ય કક્ષાની વાત કરે છે, તેઓ ગંભીર નથી. બીજેપી સાંસદે કહ્યું કે, તેઓ ભારતીય પ્રેસની સામે શા માટે પોતાની વાત નથી કરી રહ્યાં. તેમને કહ્યું કે રાહુલ ગાંધીની માનસિક સ્થિતિ સારી નથી. આ ઉપરાંત તેમણે સપાની નેમિષરણ્યમાં ચિંતન શિબિર પર કહ્યું કે, આ એક મોટી ઘટના છે, કેટલાક ચિંતન શિબિર કરી રહ્યા છે અને કેટલાક સમરસતા કાર્યક્રમ કરી રહ્યા છે.
ગંગા નદીમાં પદકો વહાવવા પહોંચ્યા હતા કુસ્તીબાજો -
ઉલ્લેખનીય છે કે, વિરોધ કરી રહેલા કુસ્તીબાજો ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ વૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે, જેમના પર અનેક મહિલા કુસ્તીબાજો પર યૌન ઉત્પીડનનો આરોપ છે. આ લિસ્ટમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત બીજા કેટલાય કુસ્તીબાજો મંગળવારે સેંકડો સમર્થકો સાથે ઉત્તરાખંડની 'હર કી પૌડી'માં ગંગા નદીમાં પોતાના મેડલ વહાવવા પહોંચ્યા હતા, પરંતુ ખાપ અને ખેડૂત નેતાઓએ તેમને આમા ના કરવા સમજાવ્યા હતા. આ ઉપરાંત રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ કુસ્તીબાજોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ એવું કોઈ પગલું ન ભરે જેનાથી રમતનું મહત્વ ઘટે.