Wrestlers Protest: સગીર મહિલા પહેલવાને વૃજભૂષણ પર લગાવેલા આરોપી પાછા ખેંચ્યા, પોલીસે કોર્ટમાં નોંધાવ્યુ નિવેદન
કુસ્તીબાજોના આરોપો બાદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે.
Wrestlers Protest: દેશમાં અત્યારે દિલ્હીમાં કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દેશના લોકપ્રિય કુસ્તીબાજોએ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો છે. મહિલા કુસ્તીબાજો વૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહી છે. વળી, હવે આ મામલે એક સગીર મહિલા પહેલવાલે પોતાના નિવેદનથી પીછેહઠ કરી છે. તેને વૃજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપો પાછા ખેંચી લીધા છે.
દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં સગીર મહિલા પહેલવાનનું નિવેદન નોંધ્યું છે. મહિલાએ બે દિવસ પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનું નિવેદન પરત ખેંચ્યુ હતુ.
વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIRમાં શું છે આરોપ -
કુસ્તીબાજોના આરોપો બાદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં એક સગીર પહેલવાન વૃજભૂષણ શરણ સિંહ પર અનેકવાર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. એફઆઈઆરમાં ઉત્પીડનના આરોપોનો વિગતવાર ખુલાસો કરવામાં આવ્યો છે. FIR પ્રમાણે, છોકરીએ કહ્યું કે, તેને મને તેની તરફ ખેંચી અને તેના ખભા પર જોરથી દબાવ્યુ અને પછી જાણીજોઇને પોતાનો હાથ તેના ખભાની નીચે સરકાવ્યો હતો, તેના શરીર પર હાથ ફેરવતા કહ્યું- તુ મને સપોર્ટ કરે, હું તને સપોર્ટ કરીશ. મારી સાથે ટચમાં રહેજે.
સગીરના પિતા તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, આ ઘટના 2022ની છે, જ્યારે તે 16 વર્ષની હતી. તેને નેશનલ ગેમ્સમાં સબ-જુનિયર રેસલિંગ ચેમ્પીયનશિપમાં ભાગ લીધો હતો. એફઆઈઆરમાં વધુમાં જણાવાયું છે કે જ્યારે સગીરે વૃજભૂષણ શરણ સિંહ સામે સખત વાંધો ઉઠાવ્યો ત્યારે તેને કહ્યું કે એશિયન ચેમ્પીયનશિપ માટે ટ્રાયલ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે, અને તે તેને સહકાર આપી રહી ના હોવાથી તેને આગામી ટ્રાયલ્સમાં પરિણામ ભોગવવા પડશે.
વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 354 (મહિલા પર તેનું શીલ ભંગ કરવાના ઈરાદાથી હુમલો અથવા અપરાધિક બળ પ્રયોગ), 354A (જાતીય સતામણી), 354D (પીછો કરવો) અને 34 (સામાન્ય ઈરાદા)ની એફઆઈઆર નોંધવામાં આવી છે. તેની સામે પ્રૉટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યૂઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
કુસ્તીબાજોને લઈને રાકેશ ટિકૈતે સરકારને આપ્યું 9 જૂન સુધીનું અલ્ટિમેટમ, નહીં તો...
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજો જાતીય સતામણીના આરોપો પર વિરોધ કરી રહ્યા છે. આ મામલે સતત બીજા દિવસે કુરુક્ષેત્રમાં ખાપ મહાપંચાયત યોજાઈ હતી. આ પહેલા ગુરૂવારે (1 જૂન) પણ યુપીના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ ઠરાવ પસાર થઈ શક્યો નહોતો. શુક્રવારે (2 જૂન) મહાપંચાયત બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને 9 જૂન સુધીનો સમય આપતા કહ્યું કે, "બ્રિજભૂષણ સિંહની ધરપકડથી ઓછી કોઈ બાબતમાં સમાધાન કરવામાં આવશે નહીં." જો કોઈને પણ અકસ્માત થશે તો તેની જવાબદારી તેની (બ્રિજ ભૂષણ સિંહ)ની રહેશે. 9 જૂન પછી, અમે કુસ્તીબાજોને પાછા જંતર-મંતર પર મોકલીશું અને દેશભરમાં પંચાયતો યોજીશું. વાસ્તવમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના ખાપના વડાઓએ બંને મહાપંચાયતોમાં ભાગ લીધો હતો.
આગળ શું પ્લાન છે?
રાકેશ ટિકૈતે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે મહિલા કુસ્તીબાજોને ન્યાય મળે તે માટે અમે દેશભરમાં આવી જ ખાપ પંચાયતોનું આયોજન કરીશું. શામલીમાં 11 જૂને અને હરિદ્વારમાં 15થી 18 જૂન સુધી પંચાયત થશે. ટિકૈતે કહ્યું કે તેઓ કુસ્તીબાજોના મામલામાં મધ્યમ મેદાન શોધી શકશે નહીં અને બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ પર અડગ રહેશે. તેમણે દાવો કર્યો હતો કે જો અમારી મહિલા કુસ્તીબાજોને ન્યાય નહીં મળે તો 9 જૂનથી અમે અમારી શરતો પર આંદોલન ચલાવીશું.
અત્યાર સુધી શું થયું છે?
સરકાર પર પ્રહાર કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે શુક્રવારે મહાપંચાયતમાં કહ્યું કે તે લોકોને ધર્મ અને જાતિના આધારે વિભાજિત કરી રહી છે. તેઓએ જલ્દી પરિવાર સાથે વાત કરવી જોઈએ. તેમણે દાવો કર્યો કે બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહે અયોધ્યા રેલી રદ કરી કારણ કે મહાપંચાયતનું દબાણ હતું, તેવી જ રીતે આપણે દબાણ જાળવી રાખવું પડશે. જો આગામી દિવસોમાં કંઈ નહીં થાય તો અમારા ધરણા દરેક ગામમાં હશે. તે જ સમયે, બ્રિજ ભૂષણ સિંહ 'જન ચેતના મહારેલી'ને થોડા દિવસો માટે મોકૂફ કરી રહ્યા છે, કારણ કે પોલીસ કુસ્તીબાજો દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે.