શોધખોળ કરો

Wrestlers Protest: 'ફેસલો કરવામાં આવશે તો દેશ માટે સારું નહીં થાય', આજે યોજાનારી મહાપંચાયત પહેલા કુસ્તીબાજોએ આપી ચેતવણી

Wrestlers Protest: દિલ્હીના જંતર-મંતર ખાતે WFI ચીફ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધને એક મહિનો પૂરો થવા પર 23 મેના રોજ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. આ દરમિયાન કુસ્તીબાજોએ મોટી ચેતવણી આપી છે.

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. વિરોધની વધુ રૂપરેખા તૈયાર કરવા માટે હરિયાણામાં રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાવા જઈ રહી છે. આ બધાની વચ્ચે મહિલા રેસલર વિનેશ ફોગાટે પણ ચેતવણી આપી છે. તેણે કહ્યું કે મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જે દેશ માટે સારો નહી હોય. 

કુસ્તીબાજોના સમર્થનમાં આવેલી ખાપ પંચાયતોએ કેન્દ્ર સરકારને 21 મે સુધીનો સમયગાળો આપ્યો હતો. આ સમયમર્યાદા રવિવારે સમાપ્ત થઈ ગઈ છે. જેના કારણે આજે હરિયાણામાં ખાપની મહાપંચાયત યોજાવાની છે. આ પહેલા શનિવારે (20 મે) વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય.

'નિર્ણયથી દેશને નુકસાન થઈ શકે છે'

વિનેશે કહ્યું કે અમારા વડીલોએ લીધેલો નિર્ણય મોટો હોઈ શકે છે, જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.

કુસ્તીબાજોનું કહેવું છે કે આ સરળ લડાઈ નથી અને અમારે ઘણું સહન કરવું પડ્યું છે. કુસ્તીબાજોનું કહેવું છે કે જે મુદ્દો એક મિનિટમાં ઉકેલી શકાતો હોત જે એક મહિના પછી પણ ઉકેલાયો નથી.

રેસલર્સનો આરોપ - મેચ જોવાની મંજૂરી નથી

આ દરમિયાન કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમને શનિવારે દિલ્હીમાં યોજાનારી IPL મેચ જોવાથી રોક્યા હતા. જેના પર દિલ્હી પોલીસે કહ્યું કે માન્ય ટિકિટ ધરાવતા કોઈ પણ કુસ્તીબાજને અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL મેચ જોવાથી રોકવામાં આવ્યા નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 10 થી 12 કુસ્તીબાજો અને અન્ય લોકો મેચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. જો કે તેમાંથી માત્ર પાંચની જ ટિકિટ હતી. અધિકારીએ કહ્યું કે ટિકિટ કે 'પાસ' વગરના લોકોને પ્રવેશની મંજૂરી નથી.

આ પણ વાંચો: Wrestlers Protest: ચેતવણી બાદ કુસ્તીબાજો હવે નિકાળશે કેન્ડલ માર્ચ! સાક્ષી મલિકે ખાપ પંચાયતને કરી અપીલ

Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ છે. હવે કુસ્તીબાજોએ 23મી મેના રોજ હડતાળને એક મહિનો પૂરો થવા પર ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

23 મેના રોજ કુસ્તીબાજોના પ્રદર્શનને એક મહિનો પૂરો 

જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના પ્રતિનિધિ તરીકે સાક્ષી મલિક મહેમના ચૌબીસી ચબૂતરામાં આયોજિત ખાપ પંચાયતમાં પહોંચી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વિરોધને 29 દિવસ થઈ ગયા છે. તેમ છતાં કોઈ સુનાવણી થઈ નથી.

સાક્ષી મલિક પહોંચી ખાપ પંચાયત 

વિરોધની આગળની રૂપરેખા તૈયાર કરવા માટે રવિવારે (21 મે) ના રોજ તમામ ખાપની મહાપંચાયત યોજાઈ રહી છે. સાક્ષી મલિક સાથે તેના પતિ અને કુસ્તીબાજ સત્યવ્રત કડિયાન પણ આ મહાપંચાયતમાં પહોંચ્યા હતા. ખાપ પંચાયતમાં પણ વધુ મહિલાઓ પહોંચી રહી છે. ખાપ સામે પોતાની વાત રાખતા સાક્ષીએ કહ્યું કે તેને ખાસ સપોર્ટની જરૂર છે. એક મહિના જેટલો સમય થવા આવ્યો છે અને હજુ સુધી ન્યાય મળ્યો નથી.

સાક્ષી મલિકે શું કહ્યું?

સાક્ષીએ માંગ કરી હતી કે બ્રિજભૂષણ શરણ સિંહને ફેડરેશનમાંથી હાંકી કાઢવામાં આવે. તે ખેલાડીઓના મેડલની કિંમત 15 રૂપિયા હોવાનું જણાવી રહ્યો છે. તેમના આવા નિવેદનો તેમની માનસિકતા પર સવાલ ઉભા કરે છે. સાક્ષીએ કહ્યું કે ખાપ પંચાયતના તમામ લોકોએ આવવું જોઈએ અને કેન્ડલ માર્ચમાં અમારું સમર્થન કરવું જોઈએ. તેણે કહ્યું કે ખેલાડીઓએ આ યુદ્ધ શાંતિથી લડવું પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચેતવણી આપી હતી

વિનેશ ફોગાટે આપી હતી ચેતવણી

આ પહેલા શનિવારે વિનેશ ફોગાટે ચેતવણી આપી હતી કે જો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો અમારા વડીલો મોટો નિર્ણય લઈ શકે છે. જે દેશના હિતમાં નહીં હોય. તેનાથી દેશને નુકસાન થઈ શકે છે. તેમણે કહ્યું કે 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે દેશને નુકસાન થયું હતું. જો આવું કોઈ અન્ય આંદોલન થશે તો ચોક્કસ દેશને નુકસાન થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાનPanchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાનMehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયુંSattvik Food Festival : સ્વાદના શોખીન માટે અમદાવાદમાં શરૂ થયો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget