Wrestlers Protest: સાક્ષી મલિક કુસ્તીબાજોના પ્રદર્શનથી અલગ થઈ, રેલ્વેમાં તેની નોકરી પર ફરી જોડાઈ
Wrestlers Protest: સાક્ષી મલિકનો વિરોધથી પોતાને અલગ કરવાનો નિર્ણય અમિત શાહને મળ્યા પછી જ સામે આવ્યો છે. આના એક દિવસ પહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
![Wrestlers Protest: સાક્ષી મલિક કુસ્તીબાજોના પ્રદર્શનથી અલગ થઈ, રેલ્વેમાં તેની નોકરી પર ફરી જોડાઈ Wrestlers Protest Olympian Sakshi Malik withdraws from Wrestlers protest Resumes Her Duties Wrestlers Protest: સાક્ષી મલિક કુસ્તીબાજોના પ્રદર્શનથી અલગ થઈ, રેલ્વેમાં તેની નોકરી પર ફરી જોડાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/05/dfbd67484b45b6052c14fbef1d8ec4a7168595510318350_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wrestlers Protest: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોના ચાલી રહેલા પ્રદર્શનને બીજો મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ મહિલા રેસલર સાક્ષી મલિકે સગીર પીડિતાનું નિવેદન પાછું ખેંચી લીધા બાદ વિરોધ પ્રદર્શનથી પોતાને અલગ કરી લીધા છે. જો કે અત્યાર સુધી તેમના તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી આવી, પરંતુ કુસ્તીબાજો માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સાક્ષી મલિક પણ તેની રેલ્વે નોકરીમાં જોડાઈ ગઈ છે.
સાક્ષી મલિક લાંબા સમયથી વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય ઘણા રેસલર્સ સાથે પ્રદર્શન કરી રહી હતી. આ પ્રદર્શન બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડને લઈને કરવામાં આવી રહ્યું છે. જેની સાથે સાક્ષી મલિક હવે અલગ થઈ ગઈ છે. અગાઉ, વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મોટો આંચકો લાગ્યો હતો જ્યારે સગીર પીડિતાએ બ્રિજભૂષણ સિંહ અંગેનું પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું.
7 મહિલા કુસ્તીબાજોએ 21 એપ્રિલે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે 28 એપ્રિલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ જાતીય સતામણીના બે કેસ નોંધ્યા હતા. પ્રથમ FIR સગીર દ્વારા કરવામાં આવેલા આરોપો પર આધારિત છે. આ અંગે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે, બીજી FIR અન્ય કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોથી સંબંધિત છે. આ કેસોમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
અમિત શાહને મળ્યા હતા
સાક્ષી મલિકનો વિરોધ પ્રદર્શનથી અલગ થવાનો નિર્ણય અમિત શાહને મળ્યા પછી જ સામે આવ્યો છે. આના એક દિવસ પહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહ સાથેની આ મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી હતી. જો કે, અત્યાર સુધી આ બેઠક અંગે કુસ્તીબાજો તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. મીટિંગના સમાચાર પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે કુસ્તીબાજોનું પ્રદર્શન સમાપ્ત થઈ શકે છે અને સમગ્ર વિવાદનો ઉકેલ આવી શકે છે.
સાક્ષી મલિકની કારકિર્દી પર એક નજર
સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિક 2016માં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સાક્ષીએ 58 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ સાક્ષીએ 2015માં દોહામાં આયોજિત સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં 60 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઓલિમ્પિક્સ - રિયો ઓલિમ્પિક્સ 2016માં બ્રોન્ઝ જીત્યો (58 કિગ્રા)
કોમનવેલ્થ ગેમ્સ - બર્મિંગહામ 2022માં ગોલ્ડ (62 કિગ્રા), ગ્લાસગો 2014માં સિલ્વર (58 કિગ્રા), ગોલ્ડ કોસ્ટ 2018માં બ્રોન્ઝ (62 કિગ્રા).
એશિયન ચેમ્પિયનશિપ - દોહા 2015માં બ્રોન્ઝ (60 કિગ્રા), નવી દિલ્હી 2017માં સિલ્વર (60 કિગ્રા), બિશેક 2018માં બ્રોન્ઝ (62 કિગ્રા), ઝિયાન 2019માં બ્રોન્ઝ (62 કિગ્રા).
કોમનવેલ્થ ચેમ્પિયનશિપ - જોહાનિસબર્ગ 2013માં બ્રોન્ઝ (63 કિગ્રા), જોહાનિસબર્ગ 2016માં ગોલ્ડ (62 કિગ્રા).
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)