Yellow Fungus case in India: પહેલો કેસ આવ્યો સામે, શું છે તેના લક્ષણો, કારણો અને કઇ રીતે કરશો બચાવ જાણો
યેલો ફંગસનો પહેલો કેસ મળ્યો છે. આ કેસ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જોવા મળ્યો છે. ડોક્ટરે દર્દીને સર્જરી કરી હતી. ડોક્ટરે જણાવ્યું કે, આ રોગ ખૂબ જ ભંયકર છે. પહેલા આ રોગ રેપટાઇનમાં જોવા મળતો હતો પહેલી વખત હૃ્મન બોડીમાં જોવા મળ્યો છે.
Yellow Fungus case in India:યેલો ફંગસનો પહેલો કેસ મળ્યો છે. આ કેસ ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં જોવા મળ્યો છે. ડોક્ટરે દર્દીને સર્જરી કરી હતી. ડોક્ટરે જણાવ્યું કે, આ રોગ ખૂબ જ ભંયકર છે. પહેલા આ રોગ રેપટાઇનમાં જોવા મળતો હતો પહેલી વખત હૃ્મન બોડીમાં જોવા મળ્યો છે.
ઇએનટી ડોક્ટર બીપી સિંહે જણાવ્યું કે, આ રોગ ભયંકર સાબિત થઇ શકે છે. તેનો પહેલો કેસ ગાજિયાબાદમાં જોવા મળ્યો છે. દર્દીની એન્ડોસ્કોપી બાદ દર્દીમાં યેલો ફંગસની બીમારીનું નિદાન થયું
રેપેટાઇલ્સમાં હોય છે યેલો ફંગસ
ડોક્ટર બીપી સિંહે કહ્યું આ યેલો ફંગસ ગરોળીી જેવા રેપટાઇલ્સમાં જોવા મળે છે. રેપટાઇલ્સમાં આ યેલો ફંગસનો રોગ જોવો મળે છે. જે રેપટાઇલ્સને આ બીમારી થાય છે. જે જીવિત નથી બચતો. જો કે પહેલી વખત આ રોગ મનુષ્યમાં જોવા મળે છે.
યેલો ફંગસ બીમારીના લક્ષણો શું છે?
યેલો ફંગસના શરૂઆતના લક્ષણોની વાત કરીએ તો નાક બંધ થઇ જવું. શરીરના અંગ બહેરા થઇ જવા. બોડી પેઇન થાય છે. કોરોનાથી પણ વધુ શરીરમાં નબળાઇ અનુભવાય છે. હાર્ટ બીટ વધી જાય છે. શરીરમાં કુપોષિત દેખાવવું,
યેલો ફંગસની બીમારીનું કારણ
યેલો ફંગસનું કારણ ગંદગી છે. આ ફંગસ સામાન્ય રીતે રીતે જમીનમાં જોવા મળે છે. જે રેપટાઇનની ઇમ્યુનિટી લો હોય તેને આ વાયરસ જકડી લે છે. કોરોનામાં હવે માણસની ઇમ્યુનિટી લો થઇ જતાં તે હ્યુમન બોડી પર હાવિ થઇ રહ્યો છે. કોવિડના દર્દીઓમાં તે વધુ જોવા મળે છે.
યેલો ફંગસના બચાવ માટે શું કરશો?
ઘર અને ઘરની આસપાસ સાફસફાઇનો ખ્યાલ રાખો, કોરોનાથી ઠીક થયેલા દર્દીએ હાઇજીનનનું ધ્યાન રાખવું જોઇએ. કોવિડના દર્દની ઇમ્યુનિટી ઓછી થઇ જાય છે. તેથી તેને વઘુ સાવધાન રહેવું જરૂરી છે. ખરાબ કે વાસી ખોરાક ન લો. ઘરમાં ભેજ ન લાગવા દો. ભેજવાળી જગ્યાએ બેક્ટરિયા ખૂબ જ એક્ટિવ થઇ જાય છે. બની શકે તો ઘર પર ભેજ માપવાનું યંત્ર રાખો. ઘરમાં 30થી40 ટકા ભીનાશ જોખમી છે. હેલ્ધી ડાયટ લો. તાજા ફૂડ લો. ઇમ્યુનિટી મજબૂત રાખો.ખૂબ જ પાણી પીઓ.