શોધખોળ કરો
Advertisement
યોગ ગુરુ બાબા રામદેવનો દાવો- કોરોનિલ ઇમ્યુનિટી બૂસ્ટર નથી, કોરોના વાયરસની દવા છે
હું હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. પરંતુ હાલમાં એક ખુલાસો કરી દવ કે કોરોનિલને લોકો માત્ર ઇમ્યુનિટી બુસ્ટર સમજે છે, પરંતુ કોરોનિલ એક દવા છે.
નવી દિલ્હીઃ યોગ ગુરુ બાબા રામદેવે ફરી એક વખત કોરોનાને લઇને વિવાદિત કોરોનિલ દવા પર મોટું નિવેદન આપ્યું છે. એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં રામદેવે દાવો કર્યો કે, કોરોનિલ એક દવા છે, જે કોરોના વાયરસની સારવારમાં સક્ષમ છે. તેમણે કહ્યું, કોરોનિલ પર અલગ બે ત્રણ દિવસમાં તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે.
એબીપી ન્યૂઝને બાબા રામદેવે કહ્યું કે, “હું હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. પરંતુ હાલમાં એક ખુલાસો કરી દવ કે કોરોનિલને લોકો માત્ર ઇમ્યુનિટી બુસ્ટર સમજે છે, પરંતુ કોરોનિલ એક દવા છે. જો કોરોનિલ દવા કોરોના થયા પહેલા લેશો તો કોરોના વાયરસથી બચી જવાશે. કોરોના થયા બાદ લેશો તો 7-10 દિવસની અંદર કોરોનાથી સારુ થઈ જશે.”
રામદેવે કહ્યું કે, “હું એ પ્રામાણિકપણે કવ છું કે હું એક સાઈન્ટિફિક સન્યાસી છું, હું કોઈ પાખંડી, અંધવિશ્વાસી નથી. મેં કોરોનાની સારવાર કરી છે. આગામી 2-3 દિવસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. અમે ઇન્ટરનેશનલ જનરલમાં પ્રમાણિક કરી દીધું છે કે કોરોનિલ દવા કોરોના વાયરસની એક દવા છે.”
યોગ ગુરુ રામદેવે આગળ કહ્યું, “કોરોનાથી ઠીક થયા બાદ પણ જો કોરોનિલ દવા લેશો, તો આગળ તમામ પ્રકારની બીમારાથી બચી શકાશે. જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરશો, તો 100 વર્ષ સારા જશે. આવનારા 5-10 વર્ષમાં દુનિયા તેનો સામનો કરતી રહેશે. માટે કોરોનિલ દવાને કોરોના થયા પહેલા, કોરોના થયા બાદ અને કોરાનાથી ઠીક થયા બાદ પણ ખાતા રહો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement