Yogi Adityanath Helicopter: CM યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે ટકરાયુ પક્ષી, વારાણસીમાં કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ
એક રિપોર્ટ અનુસાર, પક્ષી ટકારાયા બાદ હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે
Yogi Adityanath Helicopter: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે એક પક્ષી અચાનક ટકરાયુ હતું. પક્ષી ટકરાયા બાદ વારાણસીમાં યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં યોગી આદિત્યનાથ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
Adityanath's helicopter emergency landed after hitting bird in Varanasi
— Press Trust of India (@PTI_News) June 26, 2022
એક રિપોર્ટ અનુસાર, પક્ષી ટકારાયા બાદ હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી રહી છે. ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ સીએમ યોગી માટે વૈકલ્પિક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગી આદિત્યનાથ વારાણસીથી લખનઉ જઈ રહ્યા હતા, પરંતુ ટેકઓફ કર્યાના થોડી જ વારમાં પક્ષી હેલિકોપ્ટર સાથે ટકરાયુ હતું અને ત્યારબાદ હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.
એક રિપોર્ટ અનુસાર, યોગી આદિત્યનાથ ગુરુ પૂર્ણિમા ઉત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કરવા વારાણસી પહોંચ્યા હતા. આ સિવાય તેઓ પીએમ મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે અહીં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.
નોંધનીય છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે હેલિકોપ્ટરને પ્રોટોકોલ હેઠળ લેન્ડ કરવામાં આવે છે. જે પછી ટેકનિકલ ટીમ તેની સંપૂર્ણ તપાસ કરે છે અને જ્યાં સુધી બધું યોગ્ય ન લાગે ત્યાં સુધી વીઆઈપી હેલિકોપ્ટરને ઉડાણ માટેની મંજૂરી આપવામાં આવતી નથી.
Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત
SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે