શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
'લવ જિહાદ'ના આરોપમાં ઝાકિર નાઈકના પીઆરઓની ધરપકડ
મુંબઈ: મહારાષ્ટ્ર એટીએસ અને કેરળના પોલીસના એક ઓપરેશનમાં ઈસ્લામના વિવાદિત પ્રચારક ઝાકિર નાઈકના પીઆરઓ અરશીદ કુરેશીની નવી મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
ઝાકિર નાઈકના સહયોગી અરશીદ કુરેશીની કેરળની મરિયમનું ધર્માંતરણ કરીને તેને આઈએસમાં મોકલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જે મામલામાં ધરપકડ થઈ તેની એફઆઈઆર કેરળમાં નોંધવામાં આવી હતી. જેથી નવી મુંબઈની કોર્ટમાં હાજરી આપ્યા બાદ કુરેશીને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઝાકિર નાઈકના આઈઆરએફ ફાઉંડેશન સાથે જોડાયેલા અરશીદ કુરેશીને નવી મુંબઈથી પકડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધ કોચ્ચીમાં આઈપીસીની ધારા 120બી (અપરાધિક કાવતરૂ) અને ધારા 153એ (જૂથ વચ્ચે શત્રુતા ફેલાવવા) સાથે ગેરકાયદેસર ગતિવિધિ નિરોધક અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
તેને નવી મુંબઈથી બેલાપુરની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ હવે તેને કોચ્ચી અદાલતમાં રજૂ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion