Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: સિયાચીનથી માંડીને સમુદ્ર સુધી બધું યોગમય
International Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. PM મોદી વિશ્વભરના દેશોના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. અહીં તમામ લાઇવ અપડેટ્સ વાંચો
LIVE
Background
International Yoga Day 2023 Live: યોગ દિવસ પર સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે. આજે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત ઐતિહાસિક સમારોહમાં યોગ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુએનના ટોચના અધિકારીઓ, વિશ્વભરના રાજદૂતો અને 180 થી વધુ દેશોના મહાનુભાવો હાજરી આપશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ વડાપ્રધાન સાથે યોગ કરવાના છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022માં યોગ દિવસની ઉજવણી કોવિડને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. ડિસેમ્બર 2014માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. આવી સ્થિતિમાં, નવ વર્ષ પછી પ્રથમ વખત, પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકા ગયા છે. યોગ દિવસના અવસરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યોગ એક એવી સાધના છે જે તે શરીર અને મનને સ્વસ્થ કરીને માનવતા અને પ્રકૃતિથી વિશ્વભરના લાખો લોકોને એકસૂત્રતાના તાંતણે બાંધે છે
યોગ સત્ર 21 જૂનના રોજ સવારે 8 થી 9 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ગ્રેટ નોર્થ પાર્કમાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને ભેટ તરીકે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ગયા. પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
જામનગરમાં પ્રાર્થના અને શંખનાદ વચ્ચે યોજાયુ યોગ સત્ર
જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાની 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ સાથે યોગ કરીને લોકોએ અલોકિક અનૂભુતિનો અનુભવ કર્યો હતો.
અલ્મોડામાં 20 હજાર લોકોએ યોગ કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડામાં યોગ કર્યા. અહીં ધામીએ કહ્યું, "આજે અહીં 20 હજારથી વધુ લોકોએ યોગ કર્યા. ચોક્કસપણે અમે ઉત્તરાખંડને યોગ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વિકસાવવા માટેના તમામ શક્ય પ્રયાસો કરીશું. અમે આજે પ્રતિજ્ઞા પણ લઈએ છીએ કે જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં....
'દુનિયા અપનાવી રહી છે આપણા દેશની પરંપરા'
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે, "યોગ એ આપણા દેશની પરંપરા છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે આજે વિશ્વના 192 દેશો યોગના કાર્યક્રમો કરી રહ્યા છે, વિશ્વ આપણા દેશની પરંપરાને અપનાવી રહ્યું છે."
રાષ્ટ્રપતિ મુર્મુએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દરેકને શુભેચ્છાઓ! યોગ એ આપણી સંસ્કૃતિની મહાન સિદ્ધિઓમાંની એક છે. યોગ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. યોગ એ જીવન પ્રત્યેનો સર્વગ્રાહી અભિગમ છે. યોગ આપણા. જીવનમાં વધતા પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. આ દિવસે, હું દરેકને તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા અને તેની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કરવા વિનંતી કરું છું."
અરુણાચલ પ્રદેશ તૈનાત આર્મીના જવાનોએ કર્યો યોગ
अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर अरुणाचल प्रदेश में तैनात सेना के जवानों ने योग किया।
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
(फोटो सोर्स- भारतीय सेना) pic.twitter.com/fkd2EXvNG1