Jammu Kashmir: રાજૌરીમાં પોલીસ ચોકીમાંથી મોટરસાઇકલ સવાર ત્રણ આરોપી ફરાર! સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
Motorcycle Broke Police Naka in Rajouri: પોલીસના જણાવ્યા મુજબ, બાઇક પર ત્રણ લોકો સવાર થયા હતા. આ સાથે જ બાઇક પર નંબર પ્લેટ ન હતી. આ ઘટના બાદ પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
Motorcycle Broke Police Naka in Rajouri: પોલીસના જણાવ્યા મુજબ, બાઇક પર ત્રણ લોકો સવાર થયા હતા. આ સાથે જ બાઇક પર નંબર પ્લેટ ન હતી. આ ઘટના બાદ પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
Motorcycle Broke Police Naka in Rajouri: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં, બુધવારે મોડી રાત્રે ત્રણ મોટરસાઇકલ પર સવાર લોકો પોલીસ ચોકીમાંથી જંગલ તરફ ભાગી ગયા, જેના પગલે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “મોટરસાઇકલ નૌશેરા નજીક થલકા ખાતે પોલીસ નાકાને પાર કર્યું છે. જો કે, પોલીસકર્મીઓએ સ્થાનિકોની મદદથી વાહનનો પીછો કર્યો હતો અને તેને થોડા દુર જ રોકી દીધા હતા. " મોટરસાઇકલ પર સવાર આ ત્રણ વ્યક્તિઓ વાહનને રસ્તાની વચ્ચે છોડીને ભાગી ગયા હતા. તેમને શોધવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી, અધિકારીએ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયા પર હથિયાર સાથેનો વિડીયો તદ્દન ખોટો છે સાથે જ આવી અફવાઓને ન ફેલાવવા માટે પણ પોલીસે જણાવ્યું હતું
નંબર પ્લેટ વગરની બાઇક
આ ઘટના ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાની છે. પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ, બાઇક પર ત્રણ લોકો સવાર હતા. પોલીસે એ પણ જણાવ્યું કે બાઇક પર નંબર પ્લેટ નહોતી. બાઇકની સ્પીડ ખૂબ જ ઝડપી હતી.
સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સેનાએ મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હજુ સુધી તેઓનો કોઈ પુરાવો મળ્યો નથી. શંકાસ્પદ બાઇક સવારોને લઇને વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.
ડાંગરીમાં થયો હતો આતંકી હુમલો
રાજૌરીના ડાંગરી વિસ્તારમાં નવા વર્ષના દિવસે આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ત્રણ લઘુમતીઓના ઘરો પર હુમલો કર્યો અને 4 લોકોની હત્યા કરી હતી. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાં વિસ્ફોટકોનો વિસ્ફોટ થયો હતો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હુમલાને લઈને લોકોમાં રોષ
આ આતંકી હુમલાને લઈને સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડાંગરીના મુખ્ય ચોકમાં લોકોએ વિરોધ પણ કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આતંકવાદીઓ લઘુમતીઓને નિશાન બનાવીને મારી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજૌરીમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે હુમલામાં શહીદ થયેલા દરેક નાગરિકના નજીકના સંબંધીઓને 10 લાખ રૂપિયાની મદદ અને સરકારી નોકરી આપવામાં આવશે. તથા ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.