શોધખોળ કરો

Anant-Radhika: મુકેશ અંબાણીએ લોકોને પીરસ્યું ભોજન, કહ્યુ- ‘રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો’

Anant Ambani-Radhika Merchant's pre-wedding: અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા

Anant Ambani-Radhika Merchant's pre-wedding: જામનગરમાં અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો. કાલથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Anant-Radhika: મુકેશ અંબાણીએ લોકોને પીરસ્યું ભોજન, કહ્યુ- ‘રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો’

જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોકડાયરામાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી અંબાણી પરિવારનું સ્વાગત કર્યું હતું. અંબાણી પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા. લોકોને ભોજન પીસરતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો.

અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યુ હતું. ત્યારે બુધવારે રાત્રે જોગવડ ગામમાં સમુહ ભોજન અને લોકડાયરામાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા. લોકોને ભોજન પીસરતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો. તો ગામ લોકોએ પણ હાલારી પાઘડી પહેરાવી અંબાણી પરિવારનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.     

ગુજરાતના જામનગરમાં કેમ થઇ રહ્યું છે અનંત-રાધિકાનું પ્રી વેડિંગ ફન્ક્શન - 
ઈન્ડિયા ટૂડેને આપેલા ઈન્ટરવ્યૂમાં અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી-વેડિંગ ફંક્શનનું ખાસ કારણ જણાવ્યું હતું. અનંતે કહ્યું કે પીએમ મોદીએ તાજેતરમાં ભારતમાં લગ્ન કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીની આ અપીલથી તે ઘણી પ્રભાવિત થઈ છે અને તેથી તેણે દેશમાં જ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજવા અંગે અનંતે જણાવ્યું હતું કે તેમના દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. આ સિવાય તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પણ આ જગ્યાએથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. અનંતે વધુમાં જણાવ્યું હતું કે તે જામનગરમાં જ મોટો થયો છે. આવી સ્થિતિમાં તેને આ સ્થાન પ્રત્યે વિશેષ લગાવ છે. આ તેમના દાદા-દાદીનું જન્મસ્થળ અને તેમના દાદા-દાદીનું કાર્યસ્થળ છે. તેથી તે તેમનું સદ્ભાગ્ય છે કે અહીં તેમના લગ્નના કાર્યો થઈ રહ્યા છે.

જુલાઇમાં અનંત- રાધિકા કરશે ગ્રાન્ડ વેડિંગ 
તમને જણાવી દઈએ કે ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન બાદ અનંત અને રાધિકાના જુલાઈમાં મુંબઈમાં શાહી લગ્ન થશે. આ વર્ષના સૌથી મોટા લગ્ન હશે. દરેકની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે. તમને જણાવી દઈએ કે આ કપલે જુલાઈ અને ડિસેમ્બર 2022માં રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં આયોજિત પરંપરાગત રોકા સમારોહમાં સગાઈ કરી હતી. તેમનો ગોલ ધન સમારોહ 19 જાન્યુઆરી, 2023 ના રોજ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Goswami: ડિસેમ્બરના અંતમાં ઠંડી તોડી નાંખશે તમામ રેકોર્ડ, પરેશ ગોસ્વામીની મોટી આગાહીSurat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયાHun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
Atul Subhash Suicide Case: અતુલ સુભાષ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પત્ની નિકિતા સહિત ત્રણની ધરપકડ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
કેનેડાએ વધાર્યું ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન, સરકાર માંગી રહી છે માર્ક્સ અને અટેન્ડન્સની ડિટેલ્સ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
આજે કામ નહી કરે HDFC બેન્કની આ સર્વિસ, ક્યાં સુધી યુઝ નહી કરી શકો UPI અને ક્રેડિટ કાર્ડ
Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો
Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
Free Aadhaar Update: UIDAIએ કરોડો લોકોને આપી મોટી ભેટ, હવે આ તારીખ સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકશો
સુરતમાં બનાવટી નોટો સાથે  ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી,  જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
WPL Auction: આજે વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી, જાણો ક્યાં જોઇ શકશો લાઇવ પ્રસારણ
Embed widget