Moscow-Goa Flight: મૉસ્કોથી ગોવા જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા, જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, NSGએ છ કલાક સુધી કરી તપાસ
NSGએ લગભગ 6 કલાક સુધી પ્લેનની તપાસ કરી હતી
જામનગરઃ મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવા માહિતી મળી હતી. આ પછી જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ફ્લાઇટની બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી હતી. એનએસજીની ટીમોએ જામનગર એરપોર્ટ પર પહોંચીને પ્લેનની તપાસ કરી હતી.
The security agencies cordoned off the airport for 9 hours. Intensive checking of the aircraft and passengers has been done. The passenger's luggage is being checked and details are being verified: Saurabh Parghi, Jamnagar Collector
— ANI (@ANI) January 10, 2023
રાજકોટ-જામનગર રેન્જના આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે પ્લેન મોસ્કોથી ગોવા જઇ રહ્યુ હતું. તેનું જામનગર એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓએ મોસ્કોથી ગોવા આવી રહેલી અઝુર એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી.
જામનગર એરબેઝ પર લેન્ડિંગ
તેમણે કહ્યું કે, પ્લેનને જામનગરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. આ પછી સુરક્ષા એજન્સીઓએ પ્લેનની તપાસ કરી. આ દરમિયાન કોઈપણ પ્રકારનો બોમ્બ મળ્યો ન હતો. NSGએ લગભગ 6 કલાક સુધી પ્લેનની તપાસ કરી હતી. આ દરમિયાન પ્લેનમાં કોઈ વાંધાજનક સામગ્રી કે બોમ્બ મળ્યો ન હતો. વિમાનમાં સવાર તમામ 244 લોકોને જામનગર એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા. હવે એનએસજીની ટીમો દ્વારા એરપોર્ટ પર મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવશે.
We received info regarding a bomb in Moscow-Goa flight which has been diverted to Jamnagar. The flight has 236 passengers and 8 crew members. All passengers have been safely taken out and are in the airport lounge. Bomb detection and disposal work going on: Collector, Jamnagar
— ANI (@ANI) January 10, 2023
બીજી તરફ, AZUR એરલાઇન વતી કહેવામાં આવ્યું હતું કે AZUR એરને ભારત તરફની તેની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ઈન્ડિયન એવિએશન ઓથોરિટીના નિર્ણય હેઠળ પ્લેનને જામનગરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. વિમાનમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને નુકસાન થયું નથી. આ પછી પ્લેનની તપાસ કરવામાં આવી હતી. વિમાનની તપાસ કર્યા બાદ ફ્લાઇટ અંગે નિર્ણય લેવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ જામનગરથી સવારે 10 વાગ્યે ઉપડશે.
Gujarat | Outside visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight was diverted after Goa ATC received a bomb threat. pic.twitter.com/yXIumIWyUG
— ANI (@ANI) January 10, 2023
ગોવા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી
બીજી તરફ આ પ્લેનનું લેન્ડિંગ ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર થવાનું હતું. આવી સ્થિતિમાં ત્યાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. વાસ્કો પોલીસના ડેપ્યુટી એસપી સલીમ શેખે જણાવ્યું હતું કે બોમ્બ હોવાની માહિતી મળતાં મોસ્કોથી આવતી ફ્લાઈટને જામનગર તરફ વાળવામાં આવી હતી. બીજી તરફ ગોવા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઈમરજન્સી સેવાને એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે એરપોર્ટ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Goa | Security tightened outside Goa International Airport after Goa ATC received a bomb threat on Moscow-Goa chartered flight.
— ANI (@ANI) January 9, 2023
The chartered flight has been diverted to Jamnagar, Gujarat. The aircraft is under isolation bay & further investigation is underway. pic.twitter.com/KKCbMPiyW9