(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Biparjoy: જામનગરમાં વાવાઝોડા બાદ ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી, લોકોને હાલાકી
જામનગરની પત્રકાર કોલોની નજીક વરસાદી પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
Cyclone Biparjoy: ગુજરાતના દરિયાકાંઠે બિપરજૉય વાવાઝોડુ લેન્ડફૉલ થઇ ગયુ છે, પરંત હજુ ગુજરાત પરથી ખતરો ટળ્યો નથી. બિપરજૉયે ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે. હજુપણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે, અને આ દરમિયાન ફરી એકવાર તબાહીના દ્રશ્યો સામે આવી શકે છે. આ દરમિયાન જામનગરની પત્રકાર કોલોની નજીક વરસાદી પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈ સ્થાનિક કોર્પોરેટર લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પહોંચ્યા હતા.
લાલપુર શહેર તેમજ તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી. અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, લાલપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે અને અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે.
ગુજરાતના માથે હજુ પણ ખતરો યથાવત -
મહત્વનું છે કે, બિપરજૉય વાવાઝોડુ પસાર થયું છે પરંતુ ખતરો યથાવત છે, હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે 24 કલાક બાદ સ્થિતિ સામાન્ય થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી