Arvind Kejriwal Gujarat Visit: જામનગરમાં ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા
Arvind Kejriwal: જેમ-જેમ ગુજરાતની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો પ્રવાસ અને સભાઓનો દૌર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પણ તાકાત લગાવી રહી છે.
Arvind Kejriwal Gujarat Visit: જેમ-જેમ ગુજરાતની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો પ્રવાસ અને સભાઓનો દૌર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પણ તાકાત લગાવી રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, વડોદરા અને બોડેલી ખાતે સભા કરી હતી. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કનકસિંહ જાડેજા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
અરવિંદ કેજરીવાલે આ પ્રવાસ દરમિયાન સૌ પહેલા જામનગરમાં ઓશવાલ સેન્ટર ખાતે શહેરના વેપારીઓ સાથે વાતચીત કરી અને તેની સમસ્યાઓ જાણવાના એક કાર્યક્રમમાં તેવો હાજર રહ્યા હતા. કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે અને ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. તો વેપારીઓ સાથેની વાતચીત દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ કેજરીવાલે સરકાર પર પ્રહારો કર્યા ને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જોઈએ તે બ્રાન્ડનો દારુ હોમ ડીલેવરીથી મળે છે. આ ઉપરાંત કેજરીવાલે લઠાકાંડને લઈને પણ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા.
બોડેલી ખાતે જાહેર સભા સંબોધી
અરવિંદ કેજરીવાલે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેર સભા સંબોધી હતી. કેજરીવાલની આદિવાસી સમાજને કેટલીક ગેરંટી આપી હતી. તો મીડિયા સાથે વાત કરતા અશોક ગેહલોતના નિવેદન, દિલ્હીમાં વેંચાતા દારૂ અને જૂની પેંશન યોજના અંગે પ્રતિક્રિયા આપી હતી. બોડેલી ખાતે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો. જેમાં વિશાળ જન મેદનીને સંબોધતા અરવિંદ કેજરીવાલે આદિવાસીઓ માટે ગેરેન્ટી જાહેર કરી, આદિવાસી સમાજ માટે સંવિધાનમાં જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તેનું જેવી કે 5 મી અનુસૂચિ લાગુ કરશે, પેસા એકટને મજબૂત કરવામાં આવશે જેથી ગ્રામસભાની તાકાત વધશે તેમજ ગ્રામસભાને સુપ્રીમ બનાવમાં આવશે અને ટ્રાઇબલ એડવાઝરી કમિટીના ચેરમેન તરીકે આદિવાસી સમાજના વ્યક્તિની નિમણૂક થશે.
રેપના આરોપીને ફાંસીની સજા થવી જોઈએ
સભા બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે ગહેલોતના નિવેદન, નવી પેંશન યોજના, દિલ્હીમાં વેચાતાં દારૂના સવાલોના જવાબ આપ્યા, કેજરીવાલે અશોક ગેહલોતના નિવેદનને દુઃખદાયી ગણાવી રેપના આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવું જણાવ્યું. જૂની પેશન યોજના બાબતે જવાબ આપતા કહ્યું કે નવી પેંશન યોજનાનો હું બિલકુલ વિરોધી છું તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ અને દિલ્હીમાં વેચાતાં દારૂ વિશે કેજરીવાલે ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરી કહ્યું કે દિલ્હીમાં કોઈ ઝેરી દારૂ નથી મળતો, અહીં ઝેરી દારૂ મળે છે, નકલી દારૂ મળે છે, ગેરકાયદેસર દારૂ મળે છે, પ્રશાસનની મદદથી ચાલે છે.