Jamnagar: રુપાલાના વિરોધ વચ્ચે જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર, PM મોદીને લઈ કહી આ મોટી વાત
Jamnagar:રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામસાહેબે વધુ એક પત્ર લખ્યો હતો.
Jamnagar:રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધને લઈને જામનગરના જામસાહેબે વધુ એક પત્ર લખ્યો હતો. જામસાહેબના પત્રમાં રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો અને સમાજના ધર્મગુરૂઓની સામે રૂપાલા માફી માંગે તેમ જણાવ્યું હતું.
એટલુ જ નહી પોતાના પત્રમાં જામસાહેબ બે વખત માફી માંગી એટલુ પુરતુ નથી તેમ લખીને સમાજ પણ ક્ષમા વિરસ્ય ભુષણમના ધર્મને યાદ કરીને માફી આપે તેવી અપીલ કરી હતી. જામસાહેબે પોતાના પત્રમાં એમ પણ લખ્યું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે. મોદીજીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. મોદીજીએ ધર્મ સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે.
પત્રમાં જામસાહેબે કહ્યું હતું કે રૂપાલા સમાજના પ્રમુખ આગેવાનો સામે માફી માંગે. તેમણે બે વખત માફી માંગી એટલુ પુરતુ નથી. સમાજ પણ 'ક્ષમા વિરસ્ય ભુષણમ'ના યાદ કરી માફી આપે. આ ચૂંટણી મોદીને ત્રીજીવાર PM બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના મોદીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે.
‘માફી શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી’
ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જામસાહેબ અમારા આદરણિય છે. સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરીશું. આખરી નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાશે. રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણીદેવીએ કહ્યું હતું કે માફી શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. જામસાહેબ અને અમારી વિચારધારા અલગ છે. રૂપાલાને માફી ક્યારેય નહીં. ક્ષત્રિય સમાજની એકતા યોગ્ય છે.
તો જામ સાહેબે લખેલા પત્ર અંગે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની પ્રતિક્રિયા આવી છે. સંકલન સમિતિના રમજુભા જાડેજાએ કહ્યુ કે સમાજના આગેવાનો જામસાહેબના પત્ર અંગે સંકલન સમિતિમાં ચર્ચા કરશે અને બાદમાં જામ સાહેબને મળવાનો પ્રયાસ કરશે.
ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે મહાસંમેલન યોજશે
રૂપાલના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ 14 એપ્રિલે રાજકોટમાં એક મહાસંમેલન યોજશે. રતનપર નજીક આવેલા રામ મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં મહાસંમેલન મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. એટલુ જ નહીં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્ય રમજુભાએ સ્પષ્ટ વાત કરી કે આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય.