Elections 2024: જામસાહેબે પીએમ મોદીને પહેરાવી પાઘડી, પ્રધાનમંત્રીએ કહ્યું, તેમણે વિજયી ભવઃ ના આશિર્વાદ આપ્યા એટલે પુરુ
Lok Sabha Elections 2024: પ્રધાનમંત્રી મોદી આજે જામનગર ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી હતી. જામસાહેબે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું.
Lok Sabha Elections 2024: પ્રધાનમંત્રી મોદી આજે જામનગર ખાતે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી હતી. જામસાહેબે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. જામનગરમાં પાયલોટ બંગલા પર બંન્ને વચ્ચે મુલાકાત થઈ હતીય જામસાહેબે પાઘડી પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું હતું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે જામનગર ખાતે જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. pic.twitter.com/iZYQM9Wbfb
— BJP Gujarat (@BJP4Gujarat) May 2, 2024
જામસાહેબે પહેરાવેલી પાઘડી પહેરી પીએમ સભા સ્થળે પહોંચ્યા હતા
હાલારી પાઘડી પહેરીને પીએમ મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. જે બાદ પીએમએ કહ્યું કે, તમને બધાને એમ થયું હશે કે નરેન્દ્ર ભાઈ પાઘડી પહેરીને કેમ આવ્યા? હું રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો. મારા પર તેમનો અનન્ય પ્રેમ રહ્યો છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કઈ બાકી જ ન રહે. જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે. ભુપેન્દ્ર ભાઈ પાઘડી પહેરાવતા હતા ત્યારે મે કહ્યું મે પહેરેલી પાઘડી ઉતારાઈ તેમ નથી.
ગુજરાતમાં મત માંગવા થોડું આવવાનું હોઈ. હું તો ગુજરાતનો પ્રેમ માંગવા આવ્યો છું. સંગઠનનું કામ કરતો ત્યારે હું જામનગર આવતો હતો. હું મુખ્યમંત્રી હતો ત્યારે ભૂચરમોરી બાબતે ક્ષત્રિય સમાજ દ્વારા આમંત્રણ આપવા આવ્યું હતું. મે કહ્યુ મારા ક્ષત્રિય સમાજના બલિદાન સાથે હું હર હંમેશ રહ્યો છું. મે કાર્યક્રમને વધાવ્યો પણ હત. માન્યતા એવી હતી કે જે મુખ્યમંત્રી ભૂચરમોરી સ્થળની મુલાકાત લે તેમની મુખ્યમંત્રીની ખુરશી જતી રહેતી હતી. આ ઉપરાંત જામનગરના મહાન રાજવી દિગ્વિજયસિંહને પ્રધાનમંત્રીએ યાદ કર્યા હતા. મોદીએ કહ્યું હું આજે જામ સાહેબને મળીને આવ્યો તેવો એ કહ્યું વિજયી ભવઃ કહ્યું હવે પૂરું.
સૌથી વધુ મતદાનનો રેકોર્ડ કરવા પીએમ મોદીની અપીલ
દેશમાં સૌથી વધુ મતદાન ગુજરાતમાં થવું જોઈએ. ગમે તેટલી ગરમી હોય મતદાન અવશ્ય કરજો. કોંગ્રેસનો મેનીફેસ્ટો દેશ માટે ખતરનાક છે. મે કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા છે. 9 દિવસ બાદ પણ કોંગ્રેસ નેતાઓએ જવાબ નથી આપ્યો.
પહેલો પડકાર આપ્યો કે બંધારણમાં કોઈ છેડછાડ ન કરે. બીજો પડકાર આપ્યો કે, સંવિધાન બદલી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપે. ત્રીજો પડકાર ST, OBCનો કૉંગ્રેસ અનામતનો અધિકાર નહીં છીનવે અને કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં તે વોટબેંકની રાજનીતિ નહીં કરે. આ ઉપરાંત પીએમએ કહ્યું કે, મે દ્વારકામાં પૂજા કરી જેની કોંગ્રેસે મજાક ઉડાવી. સમુદ્રમાં દ્વારકા નગરીની પૂજા કરી તો કોંગ્રેસે મજાક ઉડાવી. કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે. એયરપોર્ટ ભૂલી જાઓ એવા રેલવે સ્ટેશન બનાવીશું. જામનગરમાં રેલવે સ્ટેશનનું આધુનિકરણ થઈ રહ્યું છે. આજે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય બન્યું છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા જઈ રહ્યું છે.