શોધખોળ કરો

મની લોન્ડરિંગ કેસ: સમન્સ બાદ પણ ઇડી સમક્ષ હાજર નહીં થાય CM હેમંત સોરેન, જાણો શું આપ્યો ઉત્તર

Jharkhand CM Hemant Soren: ગેરકાયદે માઇનિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પંકજ મિશ્રા પાસેથી મળેલી કેટલીક કડીઓ હેઠળ, EDએ CM હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું હતું, જેને તેમણે ભાજપનું કાવતરું ગણાવ્યું છે

Jharkhand CM Hemant Soren: ગેરકાયદે માઇનિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પંકજ મિશ્રા પાસેથી મળેલી કેટલીક કડીઓ હેઠળ, EDએ CM હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું હતું, જેને તેમણે ભાજપનું કાવતરું ગણાવ્યું છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. બુધવારે, 2 નવેમ્બરના રોજ, EDએ કથિત ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. તેમણે આ મામલે એક નિવેદનમાં કહ્યું કે આદિવાસી મુખ્યમંત્રી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

આદિવાસી નૃત્ય મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે સીએમ હેમંત આજે રાયપુર પહોંચશે. EDના સમન્સ પછી, મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્યોની બેઠક થઈ હતી જેમાં તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું.  બેઠકમાં સામેલ ધારાસભ્યોએ નિર્ણય કર્યો કે તેઓ સરકારને અસ્થિર કરવામાં રોકાયેલા રાજ્યપાલ સહિત કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે તબક્કાવાર આંદોલન કરશે.

પંકજ મિશ્રાની ધરપકડથી સીએમ વિરુદ્ધ સુરાગ મળ્યા

આ સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ ઠાકુરે એક નિવેદનમાં કહ્યું કે સીએમનો પ્રથમ સી રાયપુરનો કાર્યક્રમ નક્કી છે અને તેઓ ત્યાં જશે. તેમણે એમ પણ કહ્યું કે સીએમ પોતે EDના સમન્સ અંગે વાત કરશે. હકીકતમાં, ગેરકાયદે માઇનિંગ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પંકજ મિશ્રા પાસેથી મળેલી કેટલીક કડીઓ હેઠળ EDએ CM હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું છે.

EDને હેમંત સોરેનના બેંક ખાતા સાથે લિંક કરેલી ચેકબુક મળી

ઈડીએ ભૂતકાળમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ધરપકડ કરાયેલા પંકજ મિશ્રાના ઘરે દરોડામાં સીએમ હેમંત સોરેનના બેંક ખાતા સાથે જોડાયેલ ચેકબુક મળી આવી હતી. જેમાં બે ચેક પર સીએમની નિશાની પણ જોવા મળી હતી.

Twitter jobs: એલન મસ્ક ટ્વિટરમાં કરશે મોટા પાયે છટણી, અંદાજીત 3700 જૉબ પર ખતરોઃ રિપોર્ટ

Elon Musk Plans to cut Twitter Jobs: ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ટ્વિટર ખરીદ્યુ છે ત્યારથી દરરોજ નવા નિર્ણયો લેવાના કારણે ચર્ચામાં રહે છે. જો કે હવે એક એવા સમાચાર આવ્યા છે જે ટ્વિટરના કર્મચારીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સમાચાર ટ્વિટરમાં છટણી સાથે સંબંધિત છે.

શું છે એલન મસ્કની યોજના

એલન મસ્ક ટ્વિટર કંપનીમાં લગભગ 3700 લોકોની છટણી કરવાની યોજના બનાવી રહ્યા છે, જે આ સોશિયલ મીડિયા કંપનીના કર્મચારીઓને લગભગ અડધાથી ઘટાડી દેશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એલન મસ્ક ટ્વિટર ડીલના પૈસા વસૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ટ્વિટરમાં છટણીના આ સમાચાર મામલાની જાણકારી ધરાવતા લોકો તરફથી આવ્યા છે.

આ જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે એલન મસ્ક ચાર, નવેમ્બરથી કર્મચારીઓને આ અંગેની જાણકારી આપવાની શરૂઆત કરે. તે સિવાય મસ્કે ઇદારો વ્યક્ત કર્યો હતો કે તે કંપનીના કામને

ટ્વિટરના સાન-ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાર્ટરમાં એલન મસ્ક અને તેમની ટીમ નોકરીમાં કાપ અને અન્ય નીતિગત ફેરફારોને લગતા સંખ્યાબંધ પરિમાણો પર વિચારણા કરી રહી છે. આ અંતર્ગત કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છટણી કરવામાં આવનાર કર્મચારીઓને 60 દિવસનો પગાર આપવામાં આવશે.

ટ્વિટરના મેનેજરે કંપનીના કર્મચારીઓને વધુમાં વધુ સમય કામ કરવા કહ્યું છે. ટ્વિટર હવે બ્લુ ટિક માટે દરેક યુઝર પાસેથી $8 એટલે કે 660 રૂપિયા પ્રતિ મહિને ચાર્જ લેશે. આ સુવિધા શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આ કામ માટે અહીંના એન્જિનિયરોને વધારાનું કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કબજો કર્યા પછી જ્યારે મસ્કે કંપનીમાંથી સીઈઓ પરાગ અગ્રવાલ સહિત ટોચના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા છે, ત્યારે હવે તેણે ટ્વિટર પર બ્લુ ટિક મેળવનારા વપરાશકર્તાઓને ચોંકાવી દીધા છે. આવા યુઝર્સે હવે રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી પાસે ટ્વિટર પર બ્લુ ટિક (વેરિફાઈડ) એકાઉન્ટ છે, તો તમારે દર મહિને લગભગ 660 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાઓની સાથે કોણ, સામે કોણ?Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદGujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટRajkot News: જામકંડોરણાના રખડતા શ્વાનનો આતંક, ઈન્દિરાનગર વિસ્તારમાં સાત વર્ષના માસૂમ પર શ્વાનનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Teslaનો ભારતમાં શુભારંભ, લીઝ ડીલ કરી સાઈન,આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Gandhinagar: રાજ્યની આ નગરપાલિકામાં સફાઈ કામદારને બનાવવામાં આવ્યા પ્રમુખ
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
Junagadh: જૂનાગઢ મનપાના નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
SA vs NZ: સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો ધમાકો, આફ્રીકાને આપ્યો 363 રનનો ટાર્ગેટ, વિલિયમસન અને રચિન રવિન્દ્રની સદી
Health Tips: ઉનાળાના આકરા તાપમાં વરિયાળીનું પાણી છે વરદાન,જાણો તેના ફાયદા
Health Tips: ઉનાળાના આકરા તાપમાં વરિયાળીનું પાણી છે વરદાન,જાણો તેના ફાયદા
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Gandhinagar: જાણો કોને બનાવવામાં આવ્યા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ
Jetpur:  જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Amarnath Yatra: અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
Embed widget