Lok sabha Election 2024 Live: વિવાદ અને વિરોધની વચ્ચે સુરત સ્નેહમિલનમાં પરૂષોત્તમ રૂપાલાનું સન્માન
એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. અહીં જાણો ચૂંટણી સંબંધિત તમામ અપડેટ,
LIVE

Background
સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
ક્ષત્રિય સમાજનું વિરોઘ પ્રદ્શન યથાવત છે. સુરેંદ્રનગરના થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરશોતમ રૂપાલો વિરોધ કર્યો હતો. સ્નેહમિલનમાં ચોટીલાના ધારાસભ્ય પણ હાજર રહ્યાં હતા.
વિવાદની વચ્ચે સુરત સ્નેહ સંમેલનમાં પરષોતમ રૂપાલાનું સન્માન
વિવાદની વચ્ચેચ રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનું આજે સુરતમાં પાટીદારના સ્નેહ મિલનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ સભામાં પરશોત્તમ રૂપાલા સાથે ડો.ભરત બોઘરા પણ ઉપસ્થિત હતા.પરશોત્તમ રૂપાલાએ સુરતમાં ઉમિયાધામના દર્શન કર્યાં હતા. વિવાદ અને વિરોધની વચ્ચે પાટીદારોએ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનમાં તેમનું સ્વાગત કર્યું હતું. ગોપીન ગામમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના લોકોએ કર્યુ રૂપાલાનું સન્માન કર્યું હતું.
Lok Sabha Elections 2024: બિહારમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર
Lok Sabha Elections 2024: ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલીઓ યોજીને જનતાને સંબોધિત કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) માટે વોટ માંગી રહ્યા છે. આ ક્રમમાં આજે રવિવારે (07 એપ્રિલ) પીએમ મોદીએ બિહારના નવાદાથી પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, મોદીએ ગેરંટી આપી હતી કે, દેશને આંખ દેખાડનારાઓને પાઠ ભણાવવામાં આવશે.
Lok sabha Election 2024 Live: પરશોત્તમ રૂપાલાને મળ્યો મોરબીના ધારાસભ્યનો સાથ
વિવાદમાં ઘેરાયેલા રૂપાલાની સમર્થનમાં એક એક બાદ ભાજપના નેતા મેદાને આવી રહ્યાં છે. હવે મોરબીના MLA કાંતિ અમૃતિયા પણ રૂપાલાના સમર્થનમાં સામે આવ્યાં છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને સમર્થન જાહેર કર્યું છે વીડિયોમાં કહ્યું કે. “રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ”
Lok sabha Election 2024 Live: ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ભરી શકે છે ઉમેદવારી પત્ર
ગાંધીનગર બેઠકથી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકે છે.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે. 17 એપ્રિલ રામનવમીના દિવસે અમિત શાહ રોડ શો પણ કરશે અને આ સાથે તેઓ સભાને પણ સંબોધશે.લોકસભા અંતર્ગતની તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 2019માં શાહને પાંચ લાખથી વધુ મતની સરસાઈથી જીત મળી હતી. 2019માં અમિત શાહને 69.67 ટકા મત મળ્યાં હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
