શોધખોળ કરો

Omicron variant: દેશમાં ઓમિક્રોનના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 4033 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાતા ફફડાટ

ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસે જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કોરોના સંક્રમિત 4033 કેસ નોંધાયા છે.

Omicron variant:ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના કેસે જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કોરોના સંક્રમિત 4033 કેસ નોંધાયા છે.

 તો  1552 લોકો આ રોગથી સાજા પણ થયા છે. યાદી અનુસાર, હાલમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1216 કેસ નોંધાયા છે. તો , સૂચિ અનુસાર, રાજસ્થાનમાં બીજા સ્થાને છે  જ્યાં . રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 529 કેસ નોંધાયા છે. તો  રાજધાની દિલ્લીમાં ઓમિક્રોનના 513 કેસ હતા અને આ સૂચિ અનુસાર,તે ઓમિક્રોન સંક્રમિત  ત્રીજી સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય બની ગયું છે.

 દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે.કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.

ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો ડિજિટલ માધ્યમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget