શોધખોળ કરો

Mahatma Gandhi death anniversary:મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?

30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે જ સમયે, સાંજે લગભગ 5:17 વાગ્યે, તેમને નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી. અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી, તેમની પુણ્યતિથિ (30 જાન્યુઆરી) દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી.

Mahatma Gandhi death anniversary:30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.શહીદ દિવસ મહાત્મા ગાંધીના બલિદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે.

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં ગાંધીજીએ બહુ મોટું યોગદાન આપ્યું છે. તેમણે ભારતની સ્વતંત્રતા, વિકાસ અને સમૃદ્ધિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે બાપુના કારણે જ આપણે સૌ મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવનએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો.

શહીદ દિવસનો ઇતિહાસ

30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે જ સમયે, સાંજે લગભગ 5:17 વાગ્યે, તેમને નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી. અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી, તેમની પુણ્યતિથિ (30 જાન્યુઆરી) દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી. શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કેવી રીતે મનાવાય છે શહીદ દિવસ?

30 જાન્યુઆરીએ શહીદ દિવસના અવસરે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આર્મીના જવાનોએ પણ આ અવસર પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા. આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે.

બાપુ આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ આપણા  જનમાનસમાં ક્યાંકને ક્યાં ક જીવંત છે. ગાંધીજીનો સ્વચ્છતાનો મંત્ર આજે દરેકને પ્રેરણા આપી રહ્યો છે.. ભારત તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Embed widget