શોધખોળ કરો
માયાવતીએ કહ્યું BSPની સરકાર બની તો દયાશંકર વિરુદ્ધ કાર્યવાહી કરીશ
લખનઉ: માયાવતીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી અને સમાજવાદી પાર્ટી વિશે કડક શબ્દોમાં આલોચના કરી હતી. ઉત્તર પ્રદેશમાં સપા અને ભાજપાની મિલી ભગતથી પ્રદેશમાં દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. રાજ્ય સરકારે અભદ્ર ભાષાના મામલે જાતે આરોપીની ધરપકડ કરવી જોઈતી હતી. પરંતુ આજે પણ દયાશંકર પોલીસથી દૂર છે. બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી પર અભદ્ર વાણી વિલાસ કરનાર ભાજપના પૂર્વ પ્રદેશ ઉરાધ્યક્ષ દયાશંકર સિંહને પોલીસ 48 કલાક વીત્યા છતાં તેમની ધરપકડ કરી શકી નથી. પોલીસે ધરપકડ માટે રાજ્યમાં છાપામારી કરી, પરંતુ તેમની ભાળ મેળવવામાં અસફળ રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, દયાશંકર દિલ્હીમાં પોતાનો ડેરો જમાવીને બેઠો છે, અને એસટીએફ તેમની શોધખોળમાં લાગેલી છે.
વધુ વાંચો





















