(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana: વિજાપુર પાસે ત્રિપલ અકસ્માતમાં દંપત્તિ સહિત 3ના મોત, ચિત્રોડ દર્શન કરવા જતા પરિવારને કાળ આંબી ગયો
મહેસાણા: વિજાપુર પાસે કાર અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોનાં મોત થયા છે. કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલ પરીવારને વિજાપુર અક્સ્માત પાસે નડ્યો હતો.
મહેસાણા: વિજાપુર પાસે કાર અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં કારમાં બેઠેલા ત્રણ લોકોનાં મોત થયા છે. કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલ પરીવારને વિજાપુર અક્સ્માત પાસે નડ્યો હતો. આ અક્સ્માતમાં કલોલના દંપત્તિ અને કાર ચાલક સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. અકસ્માતની ઘટનાને પગલે પરિવરામાં શોકનો માહોલ છવાયો છે.
રણુજા દર્શને ગયેલા યુવકોની કારને નડ્યો અકસ્માત
રાજસ્થાનના રણુજા દર્શને ગયેલા ખેરાલુના મલારપૂરા ગામના લોકોને અક્સ્માત નડ્યો છે. રાજસ્થાનના બાડમેર હાઈવે પર કારનો અક્સ્માત થયો છે. અક્સ્માતમાં મલાલપુર ગામના ત્રણ યુવાનના મોત થયા છે. સંદિપ ચોધરી,સૌરવ ચૌધરી અને વિશ્વાસ ચોધરી નામના યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે. અક્સ્માત એટલો ભયાનક હતો કે કારમાં ફસાયેલ લોકોને કારના પતરા કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બનાવમાં 4 લોકોની હત્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 4 ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે. કલોલ,ભેસાણ,નવસારી અને દાહોદમાં હત્યાની ઘટના સામે આવી છે. આ હત્યાના એક બાળક, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. 3 હત્યામાં હત્યારા ઘરના લોકો જ હતા.
કલોલમાં મહિલાની હત્યા
કલોલના સઈજ નજીક સામાન્ય બાબતે મહિલાની હત્યા કરવામાં આવી છે. આશરે 40 વર્ષીય ભારતીબેન ચંદુભાઈ દંતાણીની હત્યા કરવામાં આવી છે. છરીના ઘા મારી ભારતીબેનનું મર્ડર કરાયું છે. સઈજથી નાનજી રોડ પર આવેલ લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા પાછળ આ ઘટના બની છે. ઝાડ કાપવા જેવી નાની બાબતે 15 વધુ લોકોના ટોળાએ મહિલા પર હુમલો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઘર કંકાસને લઈ ભારતીબેન પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેતા હતા. કલોલ તાલુકા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ઘટનામાં સંડોવાયેલ 9 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
તુ તારી બહેનને કેમ નથી મોકલતો, તેમ કહી ધારિયાના ઘા ઝીંકી કરી નાખી ઘાતકી હત્યા
દાહોદ વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીંગાપુર ગામે સાળાએ જ બનેવીની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. મૃતક અને આરોપીએ સામ સામે બહેનો સાથે લગ્ન કર્યા હતા. સાટાપાટમાં થયેલા લગ્નને કારણે વિવાદ ચાલતો હતો. મુળ પંચમહાલના દહીકોટના વતની મૃતક પ્રતાપ બારીયા સીંગાપુર ગામે રહેતા હતા. પ્રતાપ ભાઈ સવારે પોતાની પત્ની સાથે ખેતી કરતા હતા તેવા સમયે સાળો નાયકાભાઈ બારીયા આવી તુ તારી બહેનને કેમ નથી મોકલતો તેમ કહી ગળાના ભાગે અને હાથના ભાગે ધારીયુ મારતા પ્રતાપ ભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.જે બાદ તેમનું મોત નિપજ્યું હતું. હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભેસાણમાં સસરાએ કરી પુત્રવધુની હત્યા
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેસાણ તાલુકાના ચણાકા ગામે હત્યાના મામલાથી ચકચાર મચી જવા પામી છે. અહીં સસરાએ જ પુત્રવધુની હત્યા કરી નાખી છે. મૃતક મહિલાનું નામ રસીલાબેન છે. આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર મહીલા ઘર ચલાવવા અન્યની વાડીએ મજુરી કામે જતી હતી. જે મહિલાના સસરાને પસંદ નહોતું. જે વાતનો ખાર રાખી મહિલાના સસરાએ પુત્રવધુનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના સસરા શંભુ માંડવીયા સામે હાલમાં હત્યાનો ગુનો નોંધાયો છે. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું કે, આ હત્યા અંગે હાલમાં ભેસાણ પોલીસ તપાસ કરી રહી છે.
પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ
નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો. જયે માતાને ફોન કરી ખેરગામ બોલાવતા પીનલ તેને લેવા નિકળી હતી. રસ્તામાં ગુનાહિત માનસિકતા ધરાવતા પતિ જગદીશે પુત્રને લેવા જતી પત્ની પીનલ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગીને પુત્રને ઘરના પાછળ આવેલ વાડીના કૂવા ફેંકી પોતે પણ કૂવામાં કુદી પડ્યો હતો. દીકરાની કરતૂત જોઈ જતા જગદીશની માતા પણ પાછળ દોડી અને પૌત્રને બચાવવા કૂવામાં કૂદી પડી હતી. તો બીજી તરફ ગ્રામજનોને ઘટનાની જાણ થતા તેઓ દોરડા લઇને કૂવા પાસે પહોંચી ત્રણેયને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક દોરડું પકડી જગદીશ કુવામાંથી બહાર આવી ભાગી છૂટ્યો હતો. જ્યારે પૌત્રને બચાવવામાં દાદી નિષ્ફળ રહ્યા હતા. લોકોએ કૂવામાં ખાટલો ઉતારી દાદીને બચાવ્યા બાદ ડૂબી ગયેલા એક પૌત્રના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial