શોધખોળ કરો

ઉત્તર ગુજરાતની કઈ નગરપાલિકામાં ડખો થતાં ભાજપના 7 સભ્યોએ આપી દીધા રાજીનામા?

તલોદ નગર પાલિકામાં આંતરીક ડખો સર્જાતા ૭ સભ્યોએ રાજીનામા આપી દીધા છે. પ્રમુખ દ્વારા મનસ્વી નિર્ણયો કરાતા હોવાના અને કેટલાક વોર્ડના વિકાસ કામો નહી થતી હોવાનો આક્ષેપ કરાયો છે.

સાબરકાંઠાઃ તલોદ નગર પાલિકામાં આંતરીક ડખો સર્જાતા ૭ સભ્યોએ રાજીનામા આપી દીધા છે. પ્રમુખ દ્વારા મનસ્વી નિર્ણયો કરાતા હોવાના અને કેટલાક વોર્ડના વિકાસ કામો નહી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. આક્ષેપો કરી ૭ સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. સામાન્ય સભા બાદ તુરત જ રાજીનામા ધર્યા હતા. તલોદ નગર પાલિકામાં ૧૭ સભ્યો સાથે ભાજપનુ શાસન છે. રાજીનામુ ધરનારા સાતેય સભ્યો ભાજપના છે. 

રાજીનામું આપનાર સભ્યો

1.બાબુભાઈ ગોપાલભાઈ પટેલ
 2.અશોકકુમાર વાડીલાલ શાહ
3. ઈશ્વરસિંહ દીપસિંહ ઝાલા
4 જશોદાના દિપકસિંદ ઝાલા  
5  કૌશલ ઉપેન્દ્રભાઈ ગજ્જર 
6 પુષ્પાબેન કિશોર સિંહ રાઠોડ 
7 અનિલ ચાંડક

રૂપાલનાં ઢબુડી મા ફરી વિવાદમાં, જાણો આ વખતે શું કર્યો કાંડ કે પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ?

ગાંધીનગરઃ ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયાં છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.

ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકોએ જમીન પચાવીને પતરાની ઓરડી અને માતાજીનું મંદિર બનાવી દીધું છે. જેની જમીનમાં પતરાની ઓરડી અને મંદિર બનાવાયું છે એ ખેડૂતે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મિલનકુમાર વિષ્ણુભાઇ પટેલ (રહે, સરગાસણ) સેક્ટર 28 જીઆઇડીસીમા કાર રીપેરીંગનુ ગેરેજ ચલાવે છે. તેમની રાંધેજા ગામની સીમમાં સર્વે નંબર 1934, 1935 અને 1936થી જમીન આવેલી છે. આ પૈકી 1935 નંબરના સર્વે નંબરની જમીન ધનજી નારણ ઓડ ઉર્ફે ઢબુડી મા (રહે, દિવ્ય પુંજ બંગલો, ચાંદખેડા) દ્વારા ખરીદાઈ છે.   તેની સાથે અન્ય બે સર્વે નંબર 1934 અને 1936 સર્વે નંબર   તેની બાજુમા જ આવેલા છે. બંને સર્વે નંબરવાળી જમીનને ખેડૂત દ્વારા 28.85 લાખ અને 13 લાખમાં ખરીદાઈ હતી. બંને જમીનમા વરંડો કરાયો છે. તેમ છતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા, તેની પત્નિ પવનબેન ધનજી ઓડ, પુત્ર વિપુલ ધનજી ઓડ અને સુરેશ રતિલાલ પટેલ (રહે, ચાણસ્મા, ગુરૂકુલ સોસાયટી શાંતિનગર) દ્વારા જમીનમા ગેરકાયદે એક ઓરડી અને એક માતાજીનુ મંદિર બનાવી દેવામાં આવ્યુ છે.

આ ઉપરાંત બંને સર્વે નંબરમાં સાદા કાગળ  પર બાના ચિઠ્ઠી રજૂ કરીને કેસને વિવાદાસ્પદ અને તકરારી બનાવી દેવામા આવ્યો છે. તેના કારણે ખેડૂત દ્વારા ચારેય આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે જાણ થતા જિલ્લામાં ફરી એકવાર ‘ઢબુડી મા’ના મામલે ચકચાર જાગી છે.

આ પહેલાં આશરે 3 વર્ષ પહેલાં ઢબુઢી મા ઉર્ફે ધનજી ઓડ વિવાદમાં આવ્યા હતા. અંધશ્રધ્ધા ફેલાવવા બદલ તેમની સામે લોકોમાં આક્રોશ ફાટ્યો હતો અને ફરિયાદ પણ થઈ હતી. રૂપાલ ગામની ઢબુડી માના દર્શન કરવા દુર દુરથી લોક આવતા હતા. દર રવિવારે ઢબુડી મા વિવિધ સ્થળે પોતાની બેઠકો કરતાં હતાં. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Embed widget