MEHSANA : કચરાના ઢગલમાંથી 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવતા હડકંપ, જુઓ વિડીયો
Mehsana News : કચરાના ઢગલામાં ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.
Mehsana : મેહસાણા જિલ્લાના કડી શહેરમાં 700 જેટલા ચૂંટણીકાર્ડ કચરામાંથી મળી આવતા હડકંપ મચી ગયો છે. કડીમાં શહેરમાં કચરાના ઢગલમાંથી 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. મોટી સંખ્યામાં જુના ચૂંટણી કાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. સ્થાનિકોએ તંત્રને જાણ કરતા મામલતદાર સહિતની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. કચરાના ઢગલામાં ચૂંટણી કાર્ડ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. ચૂંટણી કાર્ડ કચરાના ઢગલામાં કોણે ફેંક્યા એ મામલે તપાસ કરવામાં આવશે. હાલ અધિકારીઓએ જુના ચૂંટણી કાર્ડનું પંચનામું કરી વધુ તપાસ શરૂ કરી છે. જુઓ કચરામાંથી મળેલા ચૂંટણીકાર્ડનો આ વિડીયો -
મહેસાણા : કડીમાં કચરામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણીકાર્ડ#Mehsana #MehsanaNews pic.twitter.com/ecRHAYXvB4
— ABP Asmita (@abpasmitatv) June 19, 2022
હવે વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
કાયદા મંત્રાલયે, ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને, ગયા વર્ષના અંતમાં ઘડવામાં આવેલા ચૂંટણી સુધારાને લાગુ કરવા માટે, મતદાર નોંધણી નિયમો-1960 અને ચૂંટણી નિયમો-1961માં સુધારો કર્યો છે. આ અંતર્ગત વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાનું પણ સામેલ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, વોટર આઈડી લિંક કર્યા પછી, એક જ વોટર આઈડી કાર્ડ રહેશે. જો કોઈની પાસે બીજું વોટર આઈડી કાર્ડ છે, તો તેની ઓળખ કરીને તેમાંથી નકલી કાર્ડ દૂર કરવામાં આવશે. સરકાર દ્વારા વોટર આઈડીને આધાર સાથે લિંક કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. કાયદા મંત્રીએ એક ચાર્ટ શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે મતદાર યાદીનો ડેટા આધાર ઇકોસિસ્ટમ સાથે લિંક થયા બાદ અલગ-અલગ જગ્યાએ એક જ વ્યક્તિ દ્વારા બહુવિધ વોટર આઈડી કાર્ડ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં આ એક મોટું સુધારાનું પગલું હશે.
કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આધાર અને પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી માટે એક વર્ષમાં ચાર લાયકાતની તારીખો રજૂ કરવામાં આવશે, જેના હેઠળ અરજદારો મતદાર આઈડીમાં સુધારો કરી શકશે. ઉપરાંત, તમે મતદાર ID ને આધાર સાથે લિંક કરી શકશો. સુધારેલા નિયમ મુજબ, તે પુરૂષ સેવા મતદારની પત્નીને પણ તે જ મતદારક્ષેત્રમાં મતદાર તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે.