શોધખોળ કરો

Mehsana: કડી તાલુકાનું ફૂલેત્રા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ, પોલીસકર્મી પર હુમલો

મહેસાણાના કડી તાલુકાનું ફૂલેત્રા ગામ જ્યાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વાહનોને પણ આગના હવાલે કરાયા હતા.

મહેસાણા:  મહેસાણાના કડી તાલુકાનું ફૂલેત્રા ગામ જ્યાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વાહનોને પણ આગના હવાલે કરાયા હતા.  એટલું જ નહીં ગામમાં જ્યારે પોલીસ પહોંચી તો પોલીસવાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.  પોલીસકર્મી પર  જીવલેણ હુમલો કરાયો છે.  હુમલામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. 

ગામમાં એક યુવકે ભેંસને લાત મારતા બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં ગાડીઓમાં આગચંપી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી.  પોલીસવાનમાં પણ તોડફોડ કરી હુમલો કરવામાં આવ્યો હતો.  જો કે, ગામમાં મીડિયાકર્મીઓ પહોંચે તે પહેલાં જ પોલીસે તોડફોડ કરાયેલી વાનને હટાવી દીધી હતી. આ સાથે જ આગ લગાવેલી ગાડીઓને પણ અન્ય જગ્યાએ મૂકી દીધી હતી.   પોલીસે કુલ 8 લોકોની અટકાયત કરી છે. ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.  હાલ સ્થિતિ કાબૂમાં છે. પરંતુ પોલીસ પર જ હુમલો થતાં મહેસાણા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલ ઉઠી રહ્યા છે. 

રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો.

કચ્છમાં કમોસમી વરસાદ યથાવત 

તો બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

મહીસાગરના વાતાવરણમાં પલટો

મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ કડાણા અને દીવડા પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસાદના કારણે વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિને લઈ ખેડૂત ચિંતિત થયા છે.

અરવલ્લીમાં વરસાદી માહોલ

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મોડાસાના ગ્રામીણ પંથક ઈસરોલ, જીવનપુર, ટીટોઈ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદ પડશે તો ઘઉં, ચણા સહિતના પાકને નુકશાન થવાની ભિતિ છે.

રાજ્યમાં બે દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget