શોધખોળ કરો

Suicide: મહેસાણાની આ હોસ્ટેલની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર

મહેસાણા: કડીની એસવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થિનીએ  હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મહેસાણા: કડીની એસવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થિનીએ  હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આત્મહત્યા કરતા પહેલાં યુવતીએ સુસાઇડ નોટ લખી હતી. કડી પોલિસે સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કડીની એસવી વિદ્યાલયમાં વિધાર્થિનીની સુસાઈડને લઈ વિદ્યાલયના વહીવટ કરતાં સામે સવાલ ઉભા થયા છે, જો કે વિદ્યાર્થિનીએ આ પગલું કેમ ભર્યું તેની માહિતી સામે આવી નથી.

જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર

ઉમિયાધામ સીદસર દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક લેટર લખવામાં આવ્યો છે. જે લેટરમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ. 10 -15 રૂપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું. 

સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે. પરંતુ અનેક એનજીઓ પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર ઉદ્યોગપતિને બચાવવા કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા પણ મેદાને આવી છે. ઊલ્લેખનીય છે કે 1999 થી બાવનજી મેતાલીયા પણ ઉમિયાધામ શીદસર સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ ઉમિયાધામ સીદસરના કારોબારી સભ્ય પણ છે. લેટર મામલે તેમને એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી.

સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં સતત ભૂકંપના આચકાઓ આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફરી આજે સવારે ત્રણ જેટલા ભૂકંપના આચકાઓ આવતા મિતિયાળાવાસીઓ ફફડી રહ્યા છે. આ અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમ આ ગામની મુલાકાત લઈ ગઈ હતી અને ગ્રામજનોને હળવા આચકા આવવાથી કોઈ નુકસાન નહીં થાય તેવી હૈયાધારણા  આપી હતી પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી ગામ લોકો, વિદ્યાર્થીઓ અને માલધારીઓને ભૂકંપનો દર સતાવી રહ્યા છે. મીતીયાળા જંગલ વિસ્તાર નજીકનું ગામ હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે છતાં ગામ લોકોને વન્ય પ્રાણીઓનો ડર નથી એટલો ડર ભૂકંપનો સતાવી રહ્યો છે.

આજે 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરમની બહાર નિકળી ગયા હતા. જો કે, આંચકો હળવો હોવાથી હાલ સંપત્તિના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. છાશવારે ભૂકંપના આંચકાઓથી મીતીયાળાવાસીઓભયભીત થયા છે. સવારના 7:52, 7:53 અને 7: 57 ના સમયે ઉપરા ઉપર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અંગે સ્થાનિકો અને સરપંચે મીડિયાને ભૂકંપના આચકાની માહિતી આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
Embed widget