શોધખોળ કરો
Advertisement
મહેસાણામાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત
મહેસાણાના વડનગરથી વિસનગર વચ્ચે ટ્રક અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
મહેસાણા: મહેસાણાના વડનગરથી વિસનગર વચ્ચે ટ્રક અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. વડનગરથી વિસનગર રોડ પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. હાલ વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે
મહેસાણામાં વડનગર-વિસનગર હાઈવે પર ગુંજા ગામ નજીક ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ મામલે વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આઇસર ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવાના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતના પગલે એકઠી થયેલી ભીડમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement