મહેસાણામાં અરવિંદ કેજરીવાલે કર્યા સી આર પાટીલ પર પ્રહાર, કહ્યું “મારું નામ લેવાની પણ હિંમત નથી”
Arvind Kejriwal in Mehsana : અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે.
Arvind Kejriwal on CR Patil : મહેસાણામાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરસભા સંબોધી જેમાં ભારતીય જનતા પાર્ટી, ગુજરાત સરકાર અને સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા.
“મારું નામ લેવાની પણ હિંમત નથી” - અરવિંદ કેજરીવાલ
સી.આર.પાટીલ અને અરવિંદ કેજરીવાળ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વાક્યુદ્ધ ચાલે છે. સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મહાઠગ અભિયાન શરૂ કર્યું હતું. ત્યાબાદ ઘણી વખત સી.આર.પાટીલે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર ઠગ અને મહાઠગ કહયા હતા.
આ અંગે સી.આર પાટીલ પર પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે સી.આર.પાટીલમાં મારું નામ લેવાની હિંમત નથી. સી.આર.પાટીલ મારું નામ લીધા વગર મને મહાઠગ કહે છે. મહાઠગ હું નથી પણ સી.આર.પાટીલ પોતે છે.
ગુજરાતના અસલી મુખ્યમંત્રી સી આર પાટીલ
આ સાથે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નથી, પણ અસલી મુખ્યમંત્રી સી.આર.પાટીલ લ જ છે. આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે સી.આર.પાટીલ ગુજરાતની સરકાર ચલાવે છે.
They want @AamAadmiParty
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 6, 2022
They want pure politics
They want revolution in politics. #AKTirangaYatraInGujarat pic.twitter.com/Uy52jxiEyI
ભાજપવાળા ગુંડાગીરી કર છે, મીડિયાને ધમકી આપે છે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપવાળા ગુંડાગીરી કરે છે અને મીડિયાને ધમકી આપે છે. ભાજપ વાળા મીડિયાને ધમકી આપે છે કે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓને ડિબેટમાં ન બોલાવો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ વાળા શરૂ ડિબેટમાં મીડિયા વાળાને ફોન કરે છે અને કહે છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને હટાવો. તેમણે કહ્યું કે ભાજપના લોકો મીડિયાવાળાને ધમકાવે છે, પણ હિંમત હોય તો અરવિંદ કેજરીવાલને ધમકાવો.
ભાજપની એક જ દવા, આમ આદમી પાર્ટી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાત બદલાવ લાવવા માંગે છે.ગુજરાત ભાજપ અને તેની બહેન કોંગ્રેસથી પરેશાન છે. ગુજરાતનાલોકો ડરેલા છે.ભાજપની એક જ દવા છે અને એ છે આમ આદમી પાર્ટી.
ભાજપ આપથી જ ડરે છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વિજળી ફ્રી છે, જો અમારી સરકાર આવશે તો ગુજરાતમાં પણ ફ્રી વીજળી કરીશું.