શોધખોળ કરો

Mehsana: જીગ્નેશ મેવાણીએ પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ, ...નહીં તો સમગ્ર રાજ્યમાં પોલીસ સામે રેલી રૂપે કરવામાં વિરોધ

મહેસાણા: વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી.

મહેસાણા: વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે યુવતીની હત્યા મામલે પોલીસની નિષ્ફળતા પર વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરસ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે મહેસાણા પોલીસને 24 કલાકમાં આરોપીઓને પકડી પાડવા અલ્ટીમેટમ આપીએ છીએ, નહીતો સમગ્ર રાજ્યમાં પોલસ સામે રેલી યોજી વિરોધ કરીશું.

તમને જણાવી દઈએ કે, મહેસાણાના વિસનગર તાલુકાના બાસણા ગામ પાસે ત્રણ દિવસ પહેલા એક યુવતીની નગ્ન હાલતમાં લાશ મળી હતી. જો કે આ ઘટના બાદ મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચવામાં નાકામ રહી છે ત્યારે આજે મહેસાણા ખાતે જીગ્નેશ મેવાણી અને દલિત સમાજના આગેવાનોની એક મીટીંગ મળી હતી અને આ મુદ્દે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા હતા. જોકે આ ઘટનામાં વિસનગર ધારાસભ્યએ આજ દિન સુધી સંવેદના બતાવી નથી જેને લઇ દલિત સમાજ નારાજ જોવા મળ્યો હતો.

સાથે જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, મંત્રી અને ગૃહમંત્રીએ આ બાબતે હજુ સુધી કોઈ સંવેદના દાખવી નથી. Rss અને ભાજપ સરકાર દલિત સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. આ કારણે ગુજરાતના 50 લાખ દલિતોની ધીરજ ખૂટી રહી છે જો આવું જ રહેશે તો આગામી સમયમાં દલિત સમાજ આંદોલન કરશે. આગામી 24 કલાકમાં એસઆઈટીની રચના કરો અથવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સુપ્રત કરવામાં આવે. ૨૪ કલાકમાં તમામ આરોપીની ધરપકડ કરો ની માગ સાથે ઉગ્ર રજુવાત કરી હતી. જો કે મહેસાણા પોલીસે અત્યાર સુધી ૧૫ જેટલા લોકોની અટકાયત કરી તપાસ કરી છે અને ૬૦ લોકોની એક ટીમ આ મુદ્દે તપાસ કરી રહી છે. 

કિરણ પટેલ જેવો જ બીજો મહાઠગ ઝડપાયો

મહાઠગ કિરણ પટેલ પાર્ટ -2 વડોદરાથી સામે આવ્યો છે.  વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સીએમઓની ખોટી ઓળખ આપીને લાભ ઉઠાવતો હતો મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું છે. સીએમઓની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેની સામે બે ફરિયાદ નોંધી છે.

વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Embed widget