Crime News : મહેસાણામાં ખેડૂતની ક્રુર રીતે કરવામાં આવી હત્યા, શું છે કારણ?
ખેરાલુ તાલુકાના વઘવાડી ગામે ખેતરમાં કામ કરતા મજુરની હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહી ખેત મજૂરી કરતા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.
મહેસાણાઃ ખેરાલુ તાલુકાના વઘવાડી ગામે ખેતરમાં કામ કરતા મજુરની હત્યા થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહી ખેત મજૂરી કરતા વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. ઘટનાને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
CRIME NEWS: સુરતના ચોક બજાર વિસ્તારમાં દુષ્કર્મને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને મહિલા પર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. કોઈને કહેશે તો સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપીએ પહેલા પરિણીતાને રીક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ ઘરે લઈ જઈ ફરીથી દુષ્કર્મ આચર્યું.
હવે આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આરોપી જાબીર શેખ તથા તેનો મિત્ર મલેક વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નવ મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી પાસે રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આણંદમાં પૂજારીએ 6 મહિના સુધી 15 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
આણંદના ખંભાત તાલુકાના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતુ કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. સગીરા સાથે છેલ્લાં છ મહિનાથી પૂજારી દુષ્કર્મ ગુજારતો હોવાની વાત સામે આવી છે.
આ અંગે ખંભાતના ધુવારણ ખાતે આવેલ ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી ઉત્તર પ્રદેશનો પુજારી અમરનાથ વેદાંતી પુજા પાઠ કરતો હતો, ગામમા આવેલ ઈન્દ્રધુષ્મેશ્વર મહાદેવ મંદિરમાં શ્રમજીવી પરિવારની સગીરા 6 માસ અગાઉ મંદિરમા કચરા પોતાનુ કામ કરવા આવતી હતી. સગીરાને જોઇને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને સગીરાનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું.
પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા
આરોપી પુજારી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા, જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો આણંદ સાઇબર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે પુજારી વિરુધ્ધ ગુનો નોંધી પૂજારીને કોર્ટ સમક્ષ હાજર કરી હાલ જુડીસ્યલ કસ્ટ્ડીમાં લઇ જેલ ભેગો કરાયો છે. પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા. જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂપિયા 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.