શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાબરકાંઠામાં કોરોનાનો પહેલો કેસ આવ્યો સામે, હિંમતનગરની સિવિલ હોસ્પિટલના વોર્ડ બોયને થયો કોરોના
સાબરકાંઠામાં નવો કેસ આવતાં 15 જિલ્લામાં કોરોનાએ કર્યો પ્રવેશ. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોયને થયો કોરોના.
હિંમતનગરઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના વધુ એક જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નોવેલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોયને કોરોના પોઝિટિવ આવ્યો છે. મૂળ રાજસ્થાનનો અને મેડિકલ ક્વાર્ટસમાં રહેતો હતો.
વોર્ડ બોય સાથે કામ કરતા સ્ટાફના 23થી વધુને ક્વોરેન્ટાઇન કરાયા છે. મોડી રાત્રે રિપોર્ટ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સાબરકાંઠા સાથે ગુજરાતમાં 15 જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 151એ પહોંચી છે.
કયા જિલ્લામાં કેટલા નોંધાયા કેસ?
અમદાવાદ-64
સુરત- 17
વડોદરા - 10
રાજકોટ- 10
ગાંધીનગર - 13
ભાવનગર- 14
પાટણ- 5
પોરબંદર- 3
ગીર સોમનાથ - 2
કચ્છ- 2
મહેસાણા- 2
પંચમહાલ- 1
છોટાઉદેપુર - 1
જામનગર-1
સાબરકાંઠા- 1
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion