શોધખોળ કરો

કોરોના મહામારી વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતાએ ભીડ કરી એકઠી, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

વડગામ તાલુકાના ગીડાસણ ગામે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ભીડ એકત્ર થઈ હતી. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભીડ એકત્ર થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.

વડગામઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકારે રાજ્યમાં રાજકીય - સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન લોકોને ભેગા ન થવા અને કોરોનાના નિયમો (Corona Guideline) નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે, બનાસકાંઠા જિલ્લા (Banaskantha)માં ભાજપના જ નેતાએ કોરોનાના નિયમોનો દાટ વાળ્યો છે. 

કોરોના મહામારી વચ્ચે નેતાઓના કાર્યક્રમ યથાવત છે. વડગામ(Vadgam) તાલુકાના ગીડાસણ ગામે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ની આગેવાનીમાં ભીડ એકત્ર થઈ હતી. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભીડ એકત્ર થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. કોરોના મહામારી સમયે પણ નેતાઓ તાયફા કરી રહ્યા છે. આટલી ભીડ કઈ રીતે એકત્ર થઈ તેને લઈ વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. 

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે તબીબીએ કોરોના વાયરસને લઈને જે દાવો કર્યો છે તે જાણીને ચોંકી જશે. તબીબોએ દાવો કર્યો છે કે, રાજ્યમાં કોરોના વાયરસના બીજા વેવમાં યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે.

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 40 ટકા યુવાનો કોરોનાની સારવાર હેઠળ છે. તેમાં 290 દર્દી એવા છે જેમની ઉંમર 45 વર્ષથી નીચેની ઉંમરના છે અને તેઓ સારવાળ હેઠળ છે. કોરાનાની બીજી લહેરમાં ઝડપથી કોરોનાનો ચેપ ફેલાતો હોઈ એક પછી એક કોરોના સંક્રમિત લકોના ચેપ લાગતા આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તબીબોનો દાવો છે. તબીબોનું માનવું છે કે, આ કેસ વધવા પાછળનું કારણ લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાનું નથી પરંતુ કોરોના વાયરસની તાકાત પહેલા કરતાં પણ વધી છે જેના કારણે આડેધડ લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 951,  સુરત કોર્પોરેશનમાં 723, રાજકોટ  કોર્પોરેશનમાં 427, વડોદરા કોર્પોરેશનમાં 379, સુરત 237, વડોદરા 111, જામનગર કોર્પોરેશન 104,  રાજકોટ 93, જામનગરમાં 99,  મહેસાણા-74, ભાવનગર કોર્પોરેશન-61, કચ્છ 41, ગાંધીનગર કોર્પોરેશન-39, જૂનાગઢ -39, ગાંધીનગર-38, જૂનાગઢન કોર્પોરેશન-38, મહિસાગર-38, મોરબી-37, ખેડા-29, પંચમહાલ-29, બનાસકાંઠા- 27, અમદાવાદ-26, ભરૂચ-26, દાહોદ-26, અમેરલી-24, ભાવનગર -23, સાબરકાંઠા-22, નર્મદા-21, આણંદ-20, વલસાડ-20, નવસારી-17, સુરેન્દ્રનગર-15, દેવભૂમિ દ્વારકા -11, ગીર સોમનાથ-11, ડાંગ-9 અને તાપીમાં 9 કેસ નોંધાયા હતાં. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 74,04,864 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,27,926 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-83.32.840 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget