શોધખોળ કરો

Gujarat Election 2022: જીગ્નેશ કવિરાજે ઉત્તર ગુજરાતની કઈ બેઠક પરથી ચૂંટણી લડવાનું કર્યું એલાન, જાણો કયા પક્ષમાંથી લડશે

Gujarat Assembly Election 2022: ગુજરાતના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. તેઓ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. દરેક પક્ષો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે. તેઓ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

કોણે આપી માહિતી

જીગ્નેશ  નજીકના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ જીગ્નેશ અપક્ષ ચૂંટણી લડશે. લોકગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે. તેઓ ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો  રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે.  બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.

2017માં  NOTAમાં 5 લાખ મત પડયા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૃ થઇ ગયું છે. બરાબર એક મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હશે. 2017 વિધાનસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ 'નન ઓફ ધ અબોવ' (નોટા)ની ભૂમિકા અનેક પક્ષ-નેતાનું ભાવિ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. એ વખતે પાંચ લાખથી વધુ મતદારોએ 'નોટા' બટન દબાવી પોતાને આપવામાં આવેલા ઉમેદવારના વિકલ્પ સામે ચોકડી લગાવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 'નોટા' બટન ઈવીએમ દ્વારા ૫,૪૮,૩૩૨ મતદારોએ દબાવ્યું હતું જ્યારે પોસ્ટલ બેલેટથી નોટા પર પસંદગી ઉતારનારા ૩૨૬૨ હતા.  રાજકીય નિષ્ણાતોને મતે મોંઘવારી, પેપર લીક કૌભાંડ, સરકારી કર્મચારીઓના વિવિધ વણઉકેલાયેલા પ્રશ્નો, મોરબી દુર્ઘટના જેવી વિવિધ બાબતોને લીધે ગત વખત કરતાં પણ આ વખતે 'નોટા' ને વધુ મત મળે તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ભાજપ સામે એન્ટિઈન્કમ્બન્સી છે, કોંગ્રેસ પાસે મજબૂત ચહેરો નથી અને 'આપ' પર વિશ્વાસ મૂકવો કે કેમ તેને લઇને અસમંજસ છે ત્યારે અનેક મતદારો 'નોટા' બટન દબાવે તેવી સંભાવના છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
Embed widget