Sabarkantha : પોલીસ શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાથી કોલેજમાં ગૃહમાતાએ આપઘાત કર્યાનો પિતાનો આક્ષેપ, જાણો કોણ છે આ પોલીસ ?
હવે પિતાએ અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણનો ગુનો નોધાવ્યો છે. જેમાં પોલીસકર્મી મૃતકને આડા સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી કંટાળી ગૃહમાતાએ ફાંસો ખાઇ લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ખેડબ્રહ્માઃ સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માની આરડેકતા કોલેજમાં ગૃહમાતાના આપઘાતને મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગર્લ્સ હોસ્ટેલની ગૃહમાતાએ કોલેજમાં પંખા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી હતી. ખેડબ્રહ્મા પોલીસ મથકમાં મહિલાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલાના પિતાએ અમદાવાદના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસકર્મી મહિલાને આડાસબંધ બાંધવા ફોન પર ટોર્ચર કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ખેડબ્રહ્મા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ખેડબ્રહ્માના મેત્રાલની આરડેકતા કોલેજની ગર્લ્સ હોસ્ટેલની ગૃહમાતાએ ગત 4 માર્ચે બપોરે પંખા સાથે સાડીથી આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના પિતા અને પોલીસને જાણ કરતાં પોલીસે એ.ડી. નોંધી તપાસ હાથ ધરી હતી. હવે પિતાએ અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણનો ગુનો નોધાવ્યો છે. જેમાં પોલીસકર્મી મૃતકને આડા સંબંધ રાખવા દબાણ કરતો હોવાથી કંટાળી ગૃહમાતાએ ફાંસો ખાઇ લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે, માસીયાઈ ભાઈ એવો પોલીસકર્મી મૃતકને છેલ્લા છ મહિનાથી ફોન કરી ટોર્ચર કરતો અને આડાસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. 45 વર્ષીય મહિલાના લગ્ન દાંતામાં થયા હતા. તેમજ લગ્નજીવન દરમિયાન બે દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો હતો. પાંચેક વર્ષથી મહિલા આરડેકતા કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતા હતા. 4 માર્ચે બપોરે પોણા બે એક વાગ્યાના સુમારે પંખે લટકેલી લાશ આવી હતી.
સોમવારે મહિલાના પિતાએ ખેડબ્રહ્મા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની દીકરી ત્રણેક વર્ષથી કોલેજની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે ફરજ બજાવતી હતી અને તેમની પૌત્રી પણ આ જ કોલેજમાં બીએસસી કરતી હતી. 4 માર્ચે બપોરે દીકરીએ આપઘાત કરી લીધો હતો. તે દિવસે દીકરીને છેલ્લો ફોન અમદાવાદ પોલીસ વિભાગમાં નોકરી કરતાં પોલીસકર્મીનો આવેલ હતો.
આ પોલીસકર્મી છેલ્લા છ માસથી ફોન કરી મહિલાને ટોર્ચર કરી રહ્યો હતો અને આડો સંબંધ રાખવા દબાણ કરી રહ્યો હતો. તેમજ કોલેજમાં આવી બધા વચ્ચે બદનામ કરવાની ધમકીઓ આપતો હતો. 3 તારીખે પણ વારંવાર ફોન કરી હેરાન કરતાં તેને પિતાને પણ વાત કરી હતી. ત્યારે રાત્રિના ગૃહમાતાની દીકરીના મોબાઇલ પર પણ 40 થી 50 કોલ કરેલ હતા. 4 તારીખે ગૃહમાતાની સાથે નોકરી કરતા અન્ય મહિલાના નંબર પર ફોન આવેલ અને ગૃહમાતાને ધમકાવ્યા હતા.