શોધખોળ કરો
Advertisement
પાલનપુરઃ ધો-12ની વિદ્યાર્થિની પર યુવકે ગુજાર્યો બળાત્કાર, કોણ છે આ નરાધમ?
સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે. પિતાના પાર્લર પર સિગરેટ પીવા આવતા યુવકે બળાત્કાર ગુજાર્યો છે.
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો છે. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે. પિતાના પાર્લર પર સિગરેટ પીવા આવતા યુવકે બળાત્કાર ગુજાર્યો છે. પાલનપુર શહેર પૂર્વ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હજુ ગત 24મી ઓક્ટોબરે બનાસાકાંઠામાં સાવકી દીકરી પર પિતાએ જ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. 13 વર્ષીય સગીર દીકરીને પિતાએ હવસનો શિકાર બનાવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ થતાં હવસખોર પિતા ફરાર થઈ ગયો છે. પાલનપુર તાલુકાના કરજોડા ગામે પિતાએ પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યો છે. સાવકી પુત્રી પર એક મહિનાથી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદથી મજૂરી કરવા આવેલા નરાધમે સાવકી દીકરી પર દુષ્કર્મ કર્યું છે.
આ પહેલા 21મી ઓક્ટોબરે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અરુણ જોષી નામના શખ્સે 21 વર્ષીય યુવતી અને તેના પરિવારને મકાન રહેવા માટે આપ્યું હતું. આ પછી અરુણે યુવતીને ફોસલાવી હતી અને એક જ મહિનામાં તેની સાથે ત્રણ-ત્રણ વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ અરુણ જોષી સામે ફરિયાદ નોંધાવતા પાલનપુર પૂર્વ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement