શોધખોળ કરો

Mehsana: IELTS બેન્ડ કૌભાંડમાં 3 લોકોની કરાઈ ધરપકડ, જાણો

IELTSમા 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાના કેસમાં 45 શખ્સો સામે  પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.  સ્નાતક કે અનુસ્નાતક નહી હોવા છતા ખોટા ગ્રેજ્યુએટના ખોટા દસ્તાવેજો બતાવાયા હતાં.

મહેસાણા: IELTSમા 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાના કેસમાં 45 શખ્સો સામે  પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.  સ્નાતક કે અનુસ્નાતક નહી હોવા છતા ખોટા ગ્રેજ્યુએટના ખોટા દસ્તાવેજો બતાવાયા હતાં.  IELTSમા 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા મોકલવાનું કૌભાંડમા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  ખોટા દસ્તાવેજો બતાવી નવસારીમાં ખોટી રીતે પરીક્ષા આપી હતી. 

એક્ઝામીનરે IELTSના પેપર, ઉત્તરવહી અને ઓડિયો ક્લિપ અમિત ચૌધરીને આપી હતી અને ચૌધરી અમિતે તેના મળતિયા માણસોને જવાબો આપ્યા હતાં. ઓરીજનલ વિદ્યાર્થીઓને બદલે બીજા આરોપીઓની ટીમ પાસે પરીક્ષા અપાવાઇ હતી. 6થી 8 બેન્ડ મેળવી અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા હતા. IELTSમા સારા બેન્ડ મેળવી યુવકોને કેનેડા મોકલી અમેરિકા ઘૂસણખોરી કરાવી હતી. કાવતરામાં સામેલ રહી ભારતભરમાં IELTSની સાચી તૈયારી કરનારના ભવિષ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ થતા સની પટેલ, ગોકુલ મેનન અને સાવન ફર્નાન્ડિઝ નામના શખ્સની ધરપકડ કરી છે.  

જાણો રાહુલ ગાંધીએ ગુજરાતીઓેને શું આપી ગેરેન્ટી

આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા.   પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના દરેક વિસ્તારમાંથી બબ્બર શેર આવ્યા છે. આ બબ્બર શેર વિચારધારાની લડાઈ લડનારા છે. ગુજરાતમાં 25 વર્ષથી આપ જે સહન કરો છો તે હું જાણું છું. આ લડાઈ રાજકીય પાર્ટીની નથી. આ લડાઈ ભાજપ-કોંગ્રેસની નથી. સરદાર પટેલની ભાજપે મૂર્તિ બનાવી.  સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ ભાજપ, નરેન્દ્ર મોદી અને આરએસએસએ બનાવી. સરદાર પટેલ માત્ર એક વ્યક્તિ ન હતા, તે ગુજરાત અને ભારતના ખેડૂતોનો અવાજ હતા. તેમના મોઢામાંથી નીકળતો એક એક શબ્દ ખેડૂતોના હિત માટે હતો. લોકતાંત્રિક સંસ્થાઓ સરદાર પટેલે ઉભી કરી હતી. સરદાર પટેલ વગર અમૂલ ઉભુ ના થઈ શકે.

રાહુલ ગાંધીની ગેરેન્ટી

1. કોરોનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય 
2. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ
3. 3 હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનાવીશું
4. દીકરીઓને મફત શિક્ષણ 
5. ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની જાહેરાત
6. 10 લાખ લોકોને રોજગારી આપીશું
7. 10 લાખ સુધીની મફત સારવાર અને વિનામૂલ્યે દવાઓ 
8.  ભ્રષ્ટાચાર વિરિદ્ધ કાયદો લાવવામાં આવશે.

આ સરકાર ખેડૂતો સામેના 3 કાળા કાયદા લાવી. સમગ્ર દેશમાં ખેડૂતોએ વિરોધ કર્યો. એક તરફ સરદાર પટેલની મૂર્તિ અને બીજી તરફ સરદાર જેની સામે લડતા હતા તેના ઉપર વાર કર્યો. ઉદ્યોગપતિઓના  દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા. સરદાર પટેલ હોત તો ખેડૂતો સામેના કાયદા ના લાવત અને ખેડૂતોના દેવા માફ કરત. કોંગ્રેસની સરકારે દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં પણ અમે રૂ. 3 લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ કરીશું. લોકતાંત્રિક સંસ્થાઓનું કામ અમ્પાયર જેવું હોવું જોઈએ. ચૂંટણીપંચ, પોલીસ, મીડિયા, વિધાનસભા વગેરે અમ્પાયર હોવા જોઈએ. ગુજરાતમાં દરેક સંસ્થાઓ પર ભાજપે કબ્જો કરી લીધો છે.  

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget