શોધખોળ કરો
ખેડબ્રહ્મા પાલિકામાં કોંગ્રેસે ભાજપને કઈ રીતે પછાડીને સત્તા હાંસલ કરી? જાણો વિગત
ખેડબ્રહ્મા પાલિકામાં 14 ભાજપ અને 14 કોંગ્રેસના સભ્યો હતા. જોકે, ભાજપના બે સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી છે.

ખેડબ્રહ્માઃ ગુજરાતમાં આજે કેટલીક નગરપાલિકાઓમાં 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ છે. ખેડબ્રહ્મા પાલિકાની સત્તા કોંગ્રેસે હાંસિલ કરી છે. પાલિકા પ્રમુખ તરીકે સાગર દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે જીગ્નેશ જોશીની વરણી કરાઈ છે. મહત્વની વાત એ છે કે, 14 ભાજપ અને 14 કોંગ્રેસના સભ્યો હતા. જોકે, ભાજપના બે સભ્યો ગેર હાજર રહેતા કોંગ્રેસે સત્તા મેળવી છે. આજે સાબરકાંઠાની તલોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઇ છે. પાલિકા પ્રમુખ પદે દક્ષાબેન ઝાલા અને ઉપપ્રમુખ પદે ઋતુલ પટેલની વણી કરાઇ છે. તલોદ પાલિકામાં 15 ભાજપ અને 7 કોંગ્રેસના સભ્યો છે. આજે દાહોદની ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. પ્રમુખ પદે કોંગ્રેસના સોનલબેન હરેશભાઈ ડીંડોડ બિનહરીફ વિજેતા થયા છે. ઉપપ્રમુખ પદે અપક્ષના નંદાબેન વાઘેલા વિજયી થયા છે. ભારે હોબાળા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી સંપન્ન થઈ છે. પોલીસના ચુસ્તબંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. દ્વારકા નગર પાલિકામાં પ્રમુખ -ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે જ્યોતિબેન પ્રતાપભાઈ સામાણી અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ભીખુભાઇ વાઘેલાની વરણી કરવામાં આવી છે. સર્વાનુમતે પ્રમુખ-ઉપપ્રમુખની આખરે વરણી કરાઇ છે. દ્વારકા નગર પાલિકાનું અઢી વર્ષનું સુકાન નવી ટીમને સોંપાયું છે. જૂનાગઢના ચોરવાડમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. ચોરવાડ નગર પાલિકાની ચુંટણીમાં ફરી વખત મહિલા પ્રમુખ ચૂંટાયા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા બીજી વખત પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે ભીખાભાઈ પુંજાભાઈ પંડિતની વરણી થઈ છે.
વધુ વાંચો





















