શોધખોળ કરો
મહેસાણાની લાયન્સ હૉસ્પિટલમાં યોગ્ય સારવાર ના મળતા દર્દીનું મોત, પરિવારનો હોબાળો

મહેસાણાઃ લાયંસ હૉસ્પિટલમાં એક વ્યક્તિના મોતની ઘટના બાદ હોબાળો થયો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, હૉસ્પિટલની બેદરકારીને કારણે આ મોત થયું છે. પૈસા ન ભરવાને કારણે સારવાર ન મળી હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો લાયંસ હૉસ્પિટલમાં આ રીતે એક વર્ષમાં આ પાંચમી ઘટના બની છે. અકસ્માત થયેલા એક દર્દીને 2 કલાક સુધી હૉસ્પિટલમાં રઝળવવામાં આવ્યો હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ મૃતકના સ્વરજનોએ હૉસ્પિટલમાં હોબાળો પણ કર્યો છે.
વધુ વાંચો





















