શોધખોળ કરો

Mehsana : માસ્ક મુદ્દે પોલીસ સાથે યુવકોએ કરી બબાલ ને મારી દીધો લાફો, પછી....

ગાડીમાં સવાર 6 પૈકી 1 શખ્સે માસ્ક પહેરેલું ન હોઇ પોલીસે દંડ ભરવાનું કહ્યું હતું. આ જ સમયે ગાડીમાંથી ઉતરેલા સમીના બે શખ્સોએ હંગામો મચાવી ધોલધપાટ કરી હતી. જોકે, પોલીસે બંને શખ્સોને ઝડપી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણાઃ મોઢેરા ચોકડી પર ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર યુવકે માસ્ક મુદ્દે રકઝક થતા લાફો મારી દીધો હતો.  માસ્ક મુદ્દે દંડ  વસૂલ કરવા મામલે બબાલ થતા ટ્રાફિક જમાદાર વચ્ચે બબાલ થતા મારમારી થઈ ગઈ હતી.  બી ડિવિઝન પોલીસે બે  યુવાન સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, રવિવારે સાંજે મહેસાણા શહેરના મોઢેરા સર્કલ પર ફરજ પરના બે પોલીસકર્મીઓએ રાધનપુર સર્કલ તરફથી આવતી ગાડીને રોકી હતી. ગાડીમાં સવાર 6 પૈકી 1 શખ્સે માસ્ક પહેરેલું ન હોઇ પોલીસે દંડ ભરવાનું કહ્યું હતું. આ જ સમયે ગાડીમાંથી ઉતરેલા સમીના બે શખ્સોએ હંગામો મચાવી ધોલધપાટ કરી હતી. જોકે, પોલીસે બંને શખ્સોને ઝડપી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સિટી ટ્રાફિકના એઅએઆઇ અવેજખાન બીસ્મીલાખાન અને એએસઆઇ ઇમરાનઅલી ઐયુબઅલી ફરજ પર હતા. આ સમયે રાધનપુર સર્કલ તરફથી આવેલી ગાડી (જીજે 24 એક્સ 2360)ને ઇમરાન અલીએ રોકી હતી. ગાડીમાં સવાર છ શખ્સો પૈકી એક શખ્સે માસ્ક પહેર્યું ન હતું. જેથી પોલીસે દંડ ભરવાનું કહેતાં ગાડીમાંથી ઉતરેલા એક શખ્સે અપશબ્દો સાથે સરકાર લૂંટવા બેઠી છે, અમે આટલા બધા પૈસા ક્યાંથી લાવીએ તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો.

જોકે, ફરજ પર હાજર પોલીસે અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે અવેજ ખાનને ગાલ પર લાફો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં, ગરદનના ભાગે મુક્કો માર્યો હતો. પોલીસે ઝપાઝપી કરનારા સબ્બીર ઇદ્રીશભાઇ સૈયદ અને યુનુશ ઇદ્રીશભાઇ સૈયદને ઝડપી તેમના વિરુદ્ધ મારામારી અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79  ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોપોરેશન 264, વડોદરા કોપોરેશન 212,   સુરત કોપોરેશન 155,   વડોદરા 115,રાજકોટ કોર્પોરેશન 82,  પોરબંદર 71, જુનાગઢ 70,   સુરત 62,  ગીર સોમનાથ 45, રાજકોટ 45, નવસારી 44,  જામનગર કોર્પોરેશન 43, ભરૂચ 41, આણંદ 36, પંચમહાલ 34, ખેડા 33, વલસાડ 32, બનાસકાંઠા 30, કચ્છ 30, અમરેલી 28, દેવભૂમિ દ્વારકા 22, જામનગર 22,  સાબરકાંઠા 21,  જૂનાગઢ કોર્પોરેશન 15, મહેસાણા 17, અરવલ્લી 13,   ભાવનગર કોર્પોરેશન 12,  ગાંધીનગર કોર્પોરેશન 12, મહીસાગર 12, ભાવનગર 10, પાટણ 10, ગાંધીનગર 9, અમદાવાદ 6, દાહોદ 6,  છોટા ઉદેપુર 5, સુરેન્દ્રનગર 5, નર્મદા 4,  તાપી 4, મોરબી 1 બોટાદ 0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1681   નવા કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોપોરેશન 4, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 1,   વડોદરા 1,રાજકોટ કોર્પોરેશન 0,  પોરબંદર 0, જુનાગઢ 0,   સુરત 1,  ગીર સોમનાથ 0, રાજકોટ 0, નવસારી 0,  જામનગર કોર્પોરેશન 1, ભરૂચ 0, આણંદ 0, પંચમહાલ 1, ખેડા 0, વલસાડ 0, બનાસકાંઠા 1, કચ્છ 0, અમરેલી 0, દેવભૂમિ દ્વારકા 0, જામનગર 1,  સાબરકાંઠા 1,  જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 1, અરવલ્લી 0,   ભાવનગર કોર્પોરેશન 1,  ગાંધીનગર કોર્પોરેશન 0, મહીસાગર 1, ભાવનગર 1, પાટણ 0, ગાંધીનગર 0, અમદાવાદ 0, દાહોદ 0,  છોટા ઉદેપુર 0, સુરેન્દ્રનગર 0, નર્મદા 0,  તાપી 0, મોરબી 0 બોટાદ 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 18  મોત નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ  2,00,317 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.79 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget