શોધખોળ કરો

Mehsana : ભાજપના નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં ખળભળાટ, નેતા ભૂગર્ભમાં

નગર સેવક હનીટ્રેપનો શિકાર બન્યા છે. વીડિયો કોલના માધ્યમથી કરેલી વાત રેકોર્ડ કરીને બ્લેક મેઇલિંગ કરાયું હતું. આ અંગે મહેસાણા સાયબર ક્રાઈમને અરજી અપાઈ છે. 

મહેસાણાઃ ખેરાલુ નગરપાલિકામાં ભાજપના નગર સેવકનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. નગર સેવક હનીટ્રેપનો શિકાર બન્યા છે. વીડિયો કોલના માધ્યમથી કરેલી વાત રેકોર્ડ કરીને બ્લેક મેઇલિંગ કરાયું હતું. આ અંગે મહેસાણા સાયબર ક્રાઈમને અરજી અપાઈ છે. 

વીડિયો વાયરલ થયા બાદ નગર  સેવક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાજપના નગર સેવક હની ટ્રેપમાં ફસાતા ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, અગાઉ રાજકોટમાં પણ ભાજપના નેતા આ પ્રકારની ઘટનાનો શિકાર બન્યા હતા. રાજકોટ ભાજપના નેતા(Rajkot BJP leader)એ સાઇબર ક્રાઇમ(cyber crime)માં ફરિયાદ કરી છે કે, અજાણી યુવતીએ વીડિયો કોલ(video call) મારફત તેમને બ્લેકમેલિંગ(blackmail) કરી રહી છે. સાઇબર ક્રાઇમને કરેલી અરજીમાં ભાજપના નેતાએ જણાવ્યું છે કે, ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવી રહ્યો હતો. 

વારંવાર વીડિયો કોલ આવતાં નેતાએ કોલ રિસીવ કર્યો હતો. કોલ રિસીવ કરતાંની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાના ચાલું કરી દીધા હતા. આ પછી વીડિયો કોલ કરનારે ફરી નેતાને ફોન કરીને વીડિયોનું રેકોર્ડિંગ થઈ ગયું હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ભાજપના નેતાના ફોટામાં એડિટિંગ કરી ફોટો અલલોડ કરી પૈસાની માંગ કરી હતી. યુવતીના એકાઉન્ટમાં પૈસા નાંખવા ધમકી આપી હતી. અલગ અલગ મોબાઇલ નંબરથી ફોન કોલ કરી નેતાને ધમકીઓ પણ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા બ્લેકમેઈલિંગ કરતી ટોળકીની શોધખોળ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવી છે. પોલીસ દ્વારા આ ટોળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોલ ડીટેલ સીડીઆર વેસ્ટ બેંગાલનો હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે, જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget