Mehsana : બિઝનેસમેનને યુવતી સાથે થયો પરિચય, યુવતીએ ફોન કરીને શરીર સુખ માણવા બોલાવ્યો ને પછી શું થયું ?
ઉંઝાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવતાં વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે. સંજીવ શાહ નામનો વેપારી હની ટ્રેપમાં વેતરાયો છે અને રૂપિયા 58.50 લાખ હનીટ્રેપમાં પડાવ્યા છે.
મહેસાણાઃ ઉંઝાનો બિઝનેસમેનને તાજેતરમાં જ એક યુવતી સાથે પરિચય થયો હતો. યુવતી બિઝનેસમેન સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરતી હતી, જેને કારણે વેપારી તેની તરફ આકર્ષાયો હતો. વેપારી ફસાયો હોવાનું જણાતાં જ યુવતીએ તેને શરીરસુખ માણવાની લાલચ આપી હતી અને મજા માણવા માટે મળવા બોલાવ્યો હતો. જોકે, વેપારી મળવા જતાં જ હનીટ્રેપમાં ફસાયો હતો.
ઉંઝાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો હોવાની ઘટના સામે આવતાં વેપારી આલમમાં ભારે ચર્ચા જાગી છે. સંજીવ શાહ નામનો વેપારી હની ટ્રેપમાં વેતરાયો છે અને રૂપિયા 58.50 લાખ હનીટ્રેપમાં પડાવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડિમ્પલ પટેલ નામની યુવતી સહિત 7 લોકોએ હનીટ્રેપ કરી હોવાની વિગતો પણ સામે આવી છે.
વેપારીને યુવતીએ મજા માણવા બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ અલગ અલગ સ્થળે બોલાવી રૂપિયા પડાવ્યા હતા. ટેલિફોનિક વાતચીત કરી વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. મૌલિક પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ, સંદીપ પટેલ અને ડિમ્પલ પટેલ સામે ફરીયાદ નોંધાવાઇ છે. ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર, કયા પાંચ જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નહીં?
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર લગભગ શાંત પડી છે, ત્યારે હવે ધીમે ધીમે કોરોનાના એક્ટિવ કેસો ઘટી રહ્યા છે. તેમજ નવા કેસોની ગતિ પણ ધીમે ધીમે મંદ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના માત્ર 251 એક્ટિવ કેસો છે. તો રાજ્યમાં પાંચ જિલ્લા ફરી એકવાર કોરોનામુક્ત બની ગયા છે.
રાજ્યમાં પોરબંદર, ખેડા, છોટાઉદેપુર, અરવલ્લી અને તાપી એમ પાંચ જિલ્લા ફરી એકવાર કોરોનામુક્ત બન્યા છે. તેમજ આ જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસો રહ્યો નથી. આ સિવાય માત્ર એક જ એક્ટિવ કેસ હોય તેવા જિલ્લાની વાત કરીએ તો વલસાડ, સુરેન્દ્રનગર, પાટણ, નર્મદા, મહીસાગર, ડાંગ, બોટાદ અને બનાસકાંઠા એમ આઠ જિલ્લા છે, જેમાં એક જ એક્ટિવ કેસ હોવાથી આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બનશે.
Banaskantha : કૂતરાએ અઢી વર્ષના બાળકનું માથું ફાડી ખાધું, કેવી રીતે બની આખી ઘટના?
બનાસકાંઠાઃ જિલ્લામાં કૂતરાએ અઢી વર્ષના બાળકનું માથું ફાડી ખાધું હોવાની ઘટના સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર તાલુકાના ભટામલ ગામે કૂતરુ કરડવાની ઘટના બની છે. કૂતરાએ માથું ભાડી ખાતા ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરના ભટામલ ગામે અઢી વર્ષનો બાળક ઘર બહાર રમી રહ્યો હતો. આ જ સમયે બાળકે રમતા રમતા કૂતરાની પૂછડી પકડી લેતા કૂતરાએ બાળકનું માથું કરડી ખાધું હતું. જેને કારણે બાળકને લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કૂતરાએ માથું ફાડી ખાતા ગરીબ માતા-પિતા બાળકનું ઓપરેશન કરાવવા લાચારી અનુભવી રહ્યા છે.