શોધખોળ કરો

મહેસાણાઃ યુવકને પ્રેમિકાએ ગેસ્ટ હાઉસમાં શરીર સુખ માણવા બોલાવ્યો, યુવક ભાઈને લઈને પહોંચી ગયો ને પછી....

યુવકને એક મહિના પહેલા અજાણ્યા નંબર પરથી પ્રતિક્ષા નામની યુવતીનો ફોન આવ્યો હતો. આ પછી બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી.

મહેસાણાઃ મહેસાણાના યુવકને એક મહિના પહેલા અજાણ્યા નંબર પરથી પ્રતિક્ષા નામની યુવતીનો ફોન આવ્યો હતો. આ પછી બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. આ સમયે પ્રતિક્ષાએ યુવકને પ્રેમ કરતી હોવાનું જણાવ્યું હતું. આ પછી ગત શુક્રવારે સવારે પ્રતિક્ષાએ યવકને ફોન કર્યો હતો અને શરીર સુખ માણવા માટે કલોલના બસ સ્ટેન્ડ પાસે આવવા જણાવ્યું હતું અને ત્યાંથી તેઓ ગેસ્ટ હાઉસમાં મજા કરવા જશે, તેમ જણાવ્યું હતું. આથી યુવક પોતાના ભાઈ સાથે કલોલ આવ્યો હતો. જયાંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બે શખ્સો યુવકને બાઇક પર પરાણે બેસાડીને ઉઠાવી ગયા હતા. તેમજ આગળ જતા યુવકને ગાડીમાં બેસાડી એક ઘરમાં લઈ ગયા હતા. અહીં પાંચ શખ્સોએ યુવકના પરાણે કપડા ઉતરાવ્યા હતા. તેમજ અગાઉથી તેમની સાથે રહેતી પ્રતિક્ષાના કપડા કાઢવા માટે ધમકાવતાં યુવકે તે પ્રમાણે કર્યું હતું. આ સમગ્ર ઘટનાના ફોટા પાડી આ શખ્સોએ વાયરલ કરવાની ધમકી આપી 5 લાખની માંગણી કરી હતી. તેમજ યુવક સામે બળાત્કારનો કેસ નોંધાવવા માટે આ શખ્સો નરોડા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. બીજી તરફ કેસ નોંધાય તે પહેલા કલોલ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને યુવકને બચાવી લીધો હતો. તેમજ ત્રણ મહિલા અને બે શખ્સો મળી કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કાવતરા પાછળની વિગતો એવી છે કે, મૂળ બનાસકાંઠાના જાણી ગામના અને હાલ મહેસાણા ખાતે રહેતા 26 વર્ષીય યુવક છતરાભાઈ બાળકાભાઈ રબારીની બહેનના પાંચ વર્ષ પહેલા થરાહના રાહ ગામે લગ્ન થયા હતા. સાટા પદ્ધતિમાં લગ્ન થયા હોવાથી યુવકની બહેનની નણંદની સગાઈ યુવક સાથે થઈ હતી. જોકે, લગ્નના બે વર્ષ પછી ફરિયાદીના સાસરી પક્ષે યુવકની બહેનને કાઢી મુકતા તેમણે કોર્ટમાં ભરણપોષનો કેસ દાખલ કર્યો હતો. જેનું મનદુઃખ રાખી યુવકનું અપહરણ કરાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેસ પાછો ખેંચાવા અને પૈસા પડાવા માટે યુવકને હનીટ્રેપમાં ફસાવા માટે સમગ્ર કાવતરું ઘડ્યું હતું. આ આખું કાવતરું અપહૃતની બહેનના જેઠે ઘડ્યું હતું. જે પ્રમાણે યુવકનું બાઇક પર અપહરણ કરાયું હતું અને અન્ય બે મહિલાઓ કારમાં પ્રતિક્ષાને ળઈને અમદાવાદ તરફ નીકળી હતી. તેમજ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો. જોકે, યુવકને બળાત્કારના કેસમાં ફસાવે તે પહેલાં જ કલોલ પોલીસ આવી પહોંચી હતી અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
કલોલ પોલીસે પહેલા પુંજા રબારી અને જયેશ પટેલને દબોચી લીધા હતા. આ પછી પૂછપરછમાં ત્રણેય મહિલાઓ યુવકને પકડીને નરોડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનું કહેતા ત્યાં પહોંચીને પોલીસે ત્રણેય મહિલાઓને પણ ઝડપી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget