શોધખોળ કરો

Mehsana: એક જ દિવસમાં 35 લોકોને શ્વાને બચકાં ભરતાં શહેરમાં ફફડાટ, 15 દિવસમાં 480 લોકો બની ચૂક્યા છે ભોગ

ગુજરાતમાં ઠંડીની ઋતુ જામી રહી છે, જેમ જેમ ઠંડીની શરૂઆત થઇ રહી છે, તેમ તેમ ગુજરાતભરમાં શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે

Mehsana News: ગુજરાતમાં ઠંડીની ઋતુ જામી રહી છે, જેમ જેમ ઠંડીની શરૂઆત થઇ રહી છે, તેમ તેમ ગુજરાતભરમાં શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, હાલમાં મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં શ્વાનનો ભયાનક આતંક સામે આવ્યો છે, અહીં એક જ દિવસમાં 35થી વધુ લોકોને શ્વાને બચકાં ભરતાં શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં છેલ્લા એક મહિનાથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. તાજા માહિતી પ્રમાણે, મહેસાણા શહેરમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો છે. એક જ દિવસમાં 35થી વધુ લોકોને બચકાં ભરી લીધા છે, શ્વાન કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ 35 લોકો હાલમાં મહેસાણાની સિવિલ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. ખાસ વાત છે કે, છેલ્લા 15 દિવસની વાત કરીએ તો, 15 દિવસમાં 480 લોકોને શ્વાનને બચકાં ભરી લીધા છે. શહેરમાં અત્યારે વધી રહેલા શ્વાનના આતંકથી લોકો ડરી રહ્યા છે. 

ગોંડલમાં શ્વાનનો આતંક, મંદિરે આવતા-જતા 30થી વધુ ભક્તોને બચકાં ભર્યા, લોકોમાં ભયનો માહોલ

ગુજરાતમાં શ્વાનનનો આતંક સતત વધી રહ્યો છે. રાજ્યામાં શ્વાન કરડવાના કિસ્સામાં જોરદાર ઉછાળ્યો આવ્યો છે. હાલમાં જ રાજકોટ જિલ્લામાં બે દિવસે 30થી વધુ લોકોને શ્વાન કરવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ગોંડલના ભુવનેશ્વરી મંદિર પાસે શ્વાનનો આતંક વધ્યો છે, અહીં છેલ્લા બે દિવસમાં શ્વાને 30 જેટલા લોકોને બચકા ભર્યા છે, અહીંથી પસાર થતાં રાહદારીઓ અને ખાસ કરીને મંદિરે દર્શને આવતા ભક્તોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનના બચકા ભરવાની ઘટનાથી આખા વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે, તંત્ર અને પોલીસ દ્વારા કોઇ નક્કર ઉકેલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.

શ્વાન કરડવા પર દરેક દાંતના નિશાન પર આપવો પડશે આટલો દંડ, હાઈકોર્ટનો આદેશ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કહ્યું છે કે રખડતા પ્રાણીઓ સાથે સંકળાયેલી ઘટનાઓના પીડિતોને વળતર આપવું એ રાજ્યની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે કહ્યું કે કૂતરો કરડવાના કિસ્સામાં, દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયાનું વળતર નાણાકીય સહાય તરીકે આપવું પડશે. જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે રખડતા પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ દ્વારા અનુસરવા માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી હતી.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે કહ્યું, કોઈ રખડતા અથવા જંગલી જાનવરના કારણે થયેલા અકસ્માતની માહિતી મળવા પર, સ્ટેશન ઈન્ચાર્જે કોઈપણ વિલંબ કર્યા વિના ડેઈલી ડાયરી રિપોર્ટ દાખલ કરવો પડશે. પોલીસ અધિકારી કરેલા દાવાની ચકાસણી કરશે અને સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરશે. ઉપરોક્ત અહેવાલની નકલ વાદીને આપવાની રહેશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ પણ આપ્યો હતો.

કેટલા સમયમાં ચૂકવવું પડશે વળતર

કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પ્રશાસનને રખડતા ઢોર અથવા પ્રાણીઓ દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવા માટે પણ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું, જરૂરી દસ્તાવેજો સાથે દાવો દાખલ કરવામાં આવે ત્યારથી ચાર મહિનાની અંદર સમિતિઓ દ્વારા વળતરનો નિર્ણય લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય વળતર ચૂકવવા માટે પ્રાથમિક રીતે જવાબદાર રહેશે અને તેની પાસે રહેશે. તેને રાજ્ય અથવા ખાનગી વ્યક્તિની દોષિત એજન્સીઓ પાસેથી વસૂલ કરવાનો અધિકાર રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget