(Source: ECI/ABP News/ABP Majha)
Mehsana News: જેલની સજા મળતા મીડિયા સમક્ષ આવ્યા વિપુલ ચૌધરી, જાણો શું કર્યો ધડાકો
મહેસાણા: દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેનને સાગરદાણ કોભાંડ મુદ્દે સાત વર્ષની સજા કરતા વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જો કે વિપુલ ચોધરીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે.
મહેસાણા: દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેનને સાગરદાણ કોભાંડ મુદ્દે સાત વર્ષની સજા કરતા વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જો કે વિપુલ ચોધરીએ મીડિયા સમક્ષ કહ્યુ કે, મે જ્યારે દાણ આપ્યું ત્યારે મહારાષ્ટ્રના હાલના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હાજર હતા ત્યારે જુબાની લેવી હોઇ તો આ બધાની જુબાની લેવાની જરુર હતી. જે હાજર ન હતા તેવા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાની જુબાની લેવાનો શું અર્થ છે.
મને આમા રાજકીય ષડયંત્ર સિવાઈ કઇ દેખાતું નથી. મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે. ઇફ્કોએ પણ દાણ આપ્યુ છે અને એનડીડીબીએ પણ દાણ આપ્યુ છે પણ કેસ માત્ર મારા ઉપર થયો છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીએ એમ પણ કહ્યું કે, પશુઓ માટે કરેલ કામ મારા મતે ગુનો નથી.
સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સાત વર્ષની જેલની સજા
દિગ્ગજ રાજનેતા ગણાતા વિપુલ ચૌધરીને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મહેસાણાના દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ આજે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત કુલ 15 આરોપીએને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સજા સંભળાવી હોવાથી હવે વિપુલ ચૌધરી આગામી ચૂંટણી નહીં લડી શકે. આ કેસમાં કોર્ટે તમામ 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, અને વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. વિપુલ ચૌધરી રાજ્ય સરકારમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
આ પહેલા આજે મહેસાણાની કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ પછી હવે કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ, તેમાં આ તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ખાસ વાત છે કે આ કેસમાં સામેલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના કોર્ટનો ચૂકાદો આવે તે પહેલા જ મૃત્યુ પામી ચૂક્યા છે, અને હવે આ કેસમાં 19 વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોર્ટમાં 23 સાક્ષીઓની આ કેસ મામલે જુબાની લેવામાં આવી હતી.
માહિતી પ્રમાણે, મહેસાણાની દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આજે મહેસાણાની સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો હતો, આ કેસમાં વિપુલ ચૌધરી અને પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પૂર્વ એમ ડી પણ આરોપી હતા, અને તેમને દોષિત જાહેર કર્યા બાદ સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ખાસ વાત છે કે, આ કેસમાં ડેરીને નુકસાન પહોંચાડવા મામલે ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી સહિત નિયામક મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, અને કેસ ચાલી રહ્યો હતો. આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણૂંક કરાઇ હતી. સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી 4 અધિકારીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા હતા, અને આ ઉપરાંત 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થયો હતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial